આયોજન:રેસકોર્સમાં મનપા અને યુનિ.માં તંત્રએ ઉજવી ગાંધીજયંતી

રાજકોટ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજકોટમાં મહાત્મા ગાંધીની જન્મજયંતી નિમિત્તે ક્લીન ઈન્ડિયા અભિયાનનો આરંભ થયો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જિલ્લા વહીવટી તંત્ર જ્યારે રેસકોર્સમાં રાજકોટ મહાનગરપાલિકાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્લોગિંગ રન એટલે કે કચરો ઉપાડવાની સ્પર્ધા હતી.

રેસકોર્સમાં યોજાયેલી પ્લોગિંગ રનની સ્પર્ધામાં 200થી વધુ લોકોએ હિસ્સો લીધો હતો. તેમની સાથે મનપાના અધિકારી અને પદાધિકારીઓએ પણ કચરો ઉપાડ્યો હતો. સ્પર્ધાના અંતે એનસીસી દ્વારા 42 કિલો કચરો એકઠો કરાતા વિજેતા જાહેર કરાયા હતા. બીજા ક્રમે 32 કિલો સાથે સરોજિની નાયડુ સ્કૂલ જ્યારે ત્રીજા ક્રમે શ્રેયશ રાઠોડ(14 કિલો) આવ્યા હતા. આ તમામને મોમેન્ટોથી સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત સાઇક્લોથોન પણ યોજાઈ હતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફિટ ઈન્ડિયા ફ્રીડમ રન અને પ્લોગિંગ રનનું આયોજન કરાયું હતું જેમાં જિલ્લા કલેક્ટર તેમજ સાંસદ મોહન કુંડારિયા પણ હાજર રહ્યા હતા.

વારસદારોને અપાઈ નિમણૂક
ક્લીન ઈન્ડિયાની ઉજવણીના ભાગરૂપે રાજકોટના મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા તેમજ મેયર પ્રદીપ ડવે શહેરના 36 સફાઈ કામદારનું સન્માન કર્યું હતું તેમજ અવસાન પામનાર કર્મીઓના 18 વારસદારને નિમણૂક પત્રો આપ્યા હતા. અધિકારીઓ અને પદાધિકારીઓએ કોરોનાકાળમાં હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્રો, કન્ટેઇનમેન્ટ ઝોન તેમજ સ્મશાનગૃહોમાં ફરજ બજાવી સ્વચ્છતા જાળવનાર કર્મચારીઓની કામગીરીને બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...