ગમખ્વાર અકસ્માત:ગોંડલના જામવાડી પાસે ગત રાત્રે ટેન્કર પલ્ટી મારી ગયું, વહેલી સવારે ચાલકને ન દેખાતા કાર ટેન્કર પાછળ ઘૂસી ગઇ, એક યુવાનનું મોત, ચાલકને ગંભીર ઇજા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વહેલી સવારે કાર પલ્ટી મારી ગયેલા ટેન્કર પાછળ ઘૂસી જતા અકસ્માત થયો હતો. - Divya Bhaskar
વહેલી સવારે કાર પલ્ટી મારી ગયેલા ટેન્કર પાછળ ઘૂસી જતા અકસ્માત થયો હતો.
  • રાત્રે ટેન્કર પલ્ટી મારી ગયું હોવાથી રોડ પર બેરીકેટ મુકાયા હતા છતાં કારચાલકને ધ્યાને ન આવ્યા

ગોંડલ હાઇવે પર જામવાડી પાસે વહેલી સવારે 5 વાગ્યા આસપાસ પલ્ટી મારેલા ટેન્કર પાછળ કાર ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં રાજકોટના ગુંદાવાડીમાં રહેતા યુવાન રાહુલભાઈ કમલેશભાઈ વસાણી(ઉં.વ. 23)નું મોત નીપજ્યું હતું. જ્યારે કાર સવાર મિતલેષભાઈ પરેશભાઈને ગંભીર ઇજા થતાં ગોંડલ સિવિલ બાદ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં કારચાલકને રોડ પર પલ્ટી મારેલું ટેન્કર દેખાયુ નહોતું આથી કાર ટેન્કરની પાછળ ઘૂલી ગઈ હતી અને અકસ્માત થયો હતો.

બનાવના પગલે ગોંડલ તાલુકા પોલીસ દોડી ગઇ હતી
બનાવની જાણ થતાં હાઇવે રૂટ પેટ્રોલિંગ ઓફિસર મયુરસિંહ જાડેજા, સોયબભાઈ, વિજયભાઈ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. ગોંડલ તાલુકા પોલીસને પણ જાણ કરાઈ હતી. રાહુલભાઈ અને મિતલેષભાઈને ઈજાગ્રસ્ત હાલતમાં ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીંથી બન્નેને રાજકોટ સિવિલમાં રીફર કરાતા તબીબોએ રાહુલભાઈને મૃત જાહેર કર્યા હતા. જ્યારે મિતલેષભાઈને ઈજાગ્રસ્ત હાલતમાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં રીફર કરાયા હતા.

ટેન્કર પલ્ટી મારી ગયું હોવાથી રોડ પર બેરીકેટ મૂકાયા હતા.
ટેન્કર પલ્ટી મારી ગયું હોવાથી રોડ પર બેરીકેટ મૂકાયા હતા.

ટેન્કર પલ્ટી મારી જતા રોડ પર બેરીકેટ મુકાયા હતા
ગત રાત્રે સિમેન્ટ-કોન્ક્રીટનું ટેન્કર પલ્ટી મારી ગયું હતું. આથી રોડ પર બેરીકેટ મુકવામાં આવ્યા હતા. પરંતુ વહેલી સવારે કાર ચાલકને રોડ પર પલ્ટી મારેલા ટેન્કર પર ધ્યાન ન પડતા અકસ્માત થયો હતો. મૃતક રાહુલભાઈ કાપડનો હોલસેલનો વ્યવસાય કરતા હતા. તેમના મોતથી રઘુવંશી પરિવારમાં શોક છવાઇ ગયો છે.