તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુસાફરો ત્રાહિમામ્:માધાપર બસ સ્ટેન્ડથી 70 ટ્રિપ શરૂ થવાની વાતો, આખા દી’માં માત્ર 30 જ બસ ઉપડી

રાજકોટ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મુસાફરોને જવાબ મળ્યા કે, ડ્રાઈવરને ખબર હશે તો બસ આવશે, બસપોર્ટે ચાલ્યા જાવ
 • વિભાગીય નિયામકે ડ્રાઈવર સાથે સંકલન કર્યું નહિ અને હાલાકી મુસાફરોને પડી

સોમવારથી માધાપર બસ સ્ટેન્ડેથી મોરબી, જૂનાગઢ અને જામનગર રૂટની 70 ટ્રિપ ઉપડવાની વાત હતી, પરંતુ વાસ્તવમાં માત્ર 30 બસની ટ્રિપ જ મળી હતી. જેને કારણે મુસાફરો રઝળ્યા હતા. કલાકો સુધી રાહ જોયા બાદ મુસાફરોને બસ નહિ મળતા પૂછપરછમાં પૂછવા ગયા તો જવાબ મળ્યો કે, બસ બગડી ગઈ છે, ડ્રાઈવરને જાણ કરવામાં આવી નથી તેથી બસ અહીં આવશે નહીં. બસપોર્ટ પર ચાલ્યા જાવ ત્યાંથી મળી જશે અથવા તો માધાપર પિકઅપ સ્ટેન્ડ પરથી ખાનગી અને એસટી બસ બન્ને મળી રહેશે. મુસાફરો ઊંચા ભાડા ચૂકવીને માધાપરથી બસપોર્ટ પર પહોંચ્યા હતા અને તેઓને બસ પણ ન મળી અને ખાનગી વાહનમાં જવું પડ્યું હતું. એસ.ટી.વિભાગના નિયામક વડા યોગેશ પટેલે નક્કી કરેલા ટાઇમટેબલ મુજબ જામનગર, જૂનાગઢ અને મોરબીની ટ્રિપ માધાપરથી ઉપડી ન હતી.

મુસાફરોને રોડ પર કલાકો ઊભું રહેવું પડ્યું
માધાપર બસ સ્ટેન્ડથી મુસાફરોને બસ નહીં મળતા કેટલાક મુસાફરો માધાપર પિકઅપ બસ સ્ટેન્ડ પર પહોંચ્યા હતા. અહીં મુસાફરોને તડકામાં ઊભા રહીને બસની કલાકો સુધી રાહ જોવી પડી હતી.

બસ ન આવતા બે મહિલા ખાનગી વાહનમાં ગયા
બે મહિલા નાના બાળક સાથે તરઘડીથી આવ્યા હતા અને તેને મોરબી જવું હતું. રિક્ષા કરીને તેઓ માધાપર બસ સ્ટેન્ડ પર પહોંચ્યા હતા, પરંતુ કલાકો સુધી રાહ જોયા બાદ બસ નહિ મળતા આખરે તેઓ પૂછપરછ ઓફિસમાં ગયા હતા. ત્યાંથી બસ નિયત સમયે આવશે નહિ તેવું જણાવતા આખરે તેઓને ખાનગી વાહનમાં જવું પડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો