તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મનિર્ભર ‘ભારત’ની ચીન પર નિર્ભરતા?:આરોગ્ય વિભાગે જ ખાસ ઓર્ડરથી લોકોને કોરોનાની વેક્સિન આપવા માટે ચાઇનીઝ કંપનીની સિરિન્જ મંગાવી!

રાજકોટ2 મહિનો પહેલાલેખક: ઈમરાન હોથી
 • કૉપી લિંક
આ છે પુરાવો - પેકિંગ મુજબ સિરિન્જ ચાઇનાની કંપનીએ બનાવેલી છે - Divya Bhaskar
આ છે પુરાવો - પેકિંગ મુજબ સિરિન્જ ચાઇનાની કંપનીએ બનાવેલી છે
 • વેક્સિનેશન માટે તમામ જિલ્લાને આપેલી 0.5 મિલીની સિરિન્જ મેઈડ ઈન ચાઈના નીકળી
 • ખરીદનાર તરીકે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનું નામ નોંધાયું છે
 • જે સિરિન્જથી કોરોનાની રસી અપાવાની છે તેના પેકિંગ મુજબ સિરિન્જ WUXI YUSHOU MEDICAL APPLIANCES નામની કંપનીએ બનાવેલી છે.
 • આરોગ્ય વિભાગના ખાસ ઓર્ડર પછી સિરિન્જ તૈયાર થઈ લેબલ પર ‘ગવર્નમેન્ટ સપ્લાય’નો લોગો

કોરોનાની વેક્સિન ટૂંક સમયમાં આવી રહી છે તેવી લોકોને આશા બંધાઈ છે. સ્વદેશી વેક્સિન સફળ રહે તે માટે પ્રયાસો થઈ રહ્યા છે તેવામાં આ રસી આપવા માટે ગુજરાતમાં મેડ ઈન ચાઈનાની સિરિન્જનો ઉપયોગ થઈ રહ્યો છે એટલે કે રસી આપવા માટે પણ ચાઈના પર નિર્ભરતા છે. દિવ્ય ભાસ્કરે આ સિરિન્જના જથ્થામાંથી બોક્સ તેમજ સિરિન્જની ચકાસણી કરતા મામલો સામે આવ્યો છે. કોરોના આવતા દેશના અર્થતંત્રને પાટે ચઢાવવા માટે આત્મનિર્ભર ભારત અને મેક ઈન ઈન્ડિયા કેમ્પેઈન પર ભાર મૂકાયો હતો.

આત્મનિર્ભરતાની વચ્ચે ચાઇનીઝ વસ્તુઓને પ્રાધાન્ય?
લોકોએ તેને ચાઈના સાથે જ જોડીને ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરીને દેશમાં જ ઉત્પાદીત વસ્તુઓને પસંદ કરી રહ્યા છે. રસી માટે પણ સ્વદેશી શોધ સફળ રહે અને તેનો જ ઉપયોગ થાય તે માટે થયેલા પ્રયત્નો માટે લોકો આશા રાખી રહ્યા છે તેવામાં સફળ થનારી વેક્સિન જે સિરિન્જ મારફત લોકોને આપવામાં આવનાર છે તે બધી જ સિરિન્જ મેડ ઈન ચાઈના હોવાનું ખુલ્યુ છે.

સિરિન્જ પર નોટ ફોર સેલનું લેબલ
આ સિરિન્જ ખરેખર કેવી છે તે જાણવા માટે ભાસ્કરની ટીમે પ્રયાસ શરૂ કર્યા હતા અને એક સ્થળેથી સિરિન્જનો જથ્થો ચકાસ્યો હતો જેમાં બધી જ સિરિન્જ મેડ ઈન ચાઈના હોવાનું જોવા મળ્યુ હતું. માત્ર એટલુ જ નહિ ચાઈનાની કંપનીને ખાસ ઓર્ડર મળ્યો હોય તેમ સિરિન્જના લેબલ પર નોટ ફોર સેલ અને ગર્વમેન્ટ સપ્લાયનો લોગો લગાવીને જથ્થો મોકલવામાં આવ્યો છે.

બાળકોને રસી આપવામાં વપરાય છે
આ સિરિન્જના જથ્થા અંગે અલગ અલગ ફાર્માસિસ્ટ તેમજ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યુ હતુ કે આ 0.5 મીલી ક્ષમતાની એડી સિરિન્જ છે. બાળકોને રસી આપવામાં વપરાય છે અને છેલ્લા 5 કે 7 વર્ષથી તમામ રસીઓમાં આ જ સિરિન્જનો ઉપયોગ થાય છે એટલે કે વર્ષોથી રસી માટે મેડ ઈન ચાઈના સિરિન્જ પર જ રાજ્યનું આરોગ્ય વિભાગ નિર્ભર છે.

આ પ્રકારની સિરિન્જ આવે છે, સંભવત: કોરોનામાં વપરાશે
રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેશ ભંડેરી જણાવે છે કે આ એડી સિરીંઝ છે જે દેશવ્યાપી રસીકરણ ઝૂંબેશમાં ઉપયોગમાં લેવાય છે અને બાળકોની રસીમાં વપરાય છે ઘણા સમયથી સિરીંઝ મોકલાય છે. હાલમાં રસીનો જથ્થો રાજકોટમાં પણ મોકલવામાં આવ્યો છે ક્યાંથી મંગાવાય છે તે જિલ્લા કક્ષાએ ખબર ન હોય. સિરિન્જ સંભવત: કોવિડમાં ઉપયોગમાં લેવાશે જો કે હજુ આરોગ્ય વિભાગમાંથી સ્પષ્ટ સૂચના આવ્યે જ કોરોનામાં વપરાશે.

આવી ખરીદી કેન્દ્ર કરે છે
સામાન્ય રીતે આ પ્રકારની ખરીદી કેન્દ્ર સરકાર કરતી હોય છે. અમારી પાસે માત્ર પુરવઠો આવે છે. આ અંગે અમને વધુ ખ્યાલ હોતો નથી. - જયપ્રકાશ શિવહરે, આરોગ્ય કમિશનર, ગુજરાત

સૌરાષ્ટ્રમાં 5 લાખ સિરિન્જનો જથ્થો અનેક સ્થળે પહોંચ્યો
રાજ્યના આરોગ્ય વિભાગે સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં વેક્સિનેશન માટે સિરિન્જનો જથ્થો મોકલ્યો છે અને જે તે જિલ્લા અને મહાનગરપાલીકામાં પહોચી ગયો છે. આ 0.5 મીલીની ક્ષમતા ધરાવતી સિરિન્જ છે. સામાન્ય રીતે આ સિરિન્જનો ઉપયોગ બાળકોને રસી આપવામાં કરવામાં આવતો હોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો