કાર્યવાહી:લાઈવ પફ અને તીખી પાપડીમાં સિન્થેટિક કલર, 1.35 લાખનો દંડ

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મનપાએ લીધેલા નમૂના ફેલ થતાં કાર્યવાહી
  • ઘીમાં ભેળસેળ કરતા બે વેપારીને 50 અને 10 હજારનો દંડ કરતા અધિક કલેક્ટર

રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખાએ લીધેલા સેમ્પલમાં જે સબસ્ટાન્ડર્ડ જાહેર થયા હતા તેવા ચાર કેસમાં એજ્યુડિકેટિંગ ઓફિસર અને અધિક કલેક્ટરે અલગ અલગ દંડ ફટકાર્યા છે. પટેલ ચોક હરિ ધવા મેઈન રોડ પર આવેલા હરિયોગી લાઈવ પફમાંથી પફ માટેનો બટેટાનો મસાલોનો નમૂનો ફેલ થયો હતો પણ તેને ફરીથી રિએનાલિસિસ માટે મોકલતા તેમાં પણ ફેલ આવ્યો હતો અને સિન્થેટિક ફૂડ કલરની હાજરી મળી આવી હતી આ કારણે પેઢીના માલિક-ગૌરવ પ્રકાશભાઈ રૂપારેલિયાને 1 લાખનો દંડ કરાયો છે.

આર્યનગર 1 ગોવિંદ શાકમાર્કેટ પાસે આવેલા ભગવતી ફરસાણ સ્વીટ માર્ટમાંથી તીખી પાપડીના નમૂનામાં સિન્થેટિક ફૂડ કલર મળ્યો હતો નમૂના ફેલ થતા કેસ ચાલ્યા બાદ પેઢીના સંચાલક ભાવેશ સામતભાઈ કારેણાને 10,000 તથા માલિક દિલીપ સામતભાઈ કારેણાને 25000નો દંડ કરાયો છે. મનહર પ્લોટ 6/7ના ખૂણે રૂપકલા નોવેલ્ટી સ્ટોરમાંથી ઘીમાં ફોરેન ફેટ અને તલ ઓઇલ મળતા રસિક બાબુભાઇ સવસાનીને 10,000 જ્યારે ગરબી ચોક કેવડાવાડીમાં આવેલા ક્રિષ્ના ઘી ભંડારમાંથી લીધેલા ઘીના સેમ્પલમાં ફોરેન ફેટની હાજરી મળતા પેઢીના માલિક કમલેશ હરજીવનભાઈ તન્નાને 50,000નો દંડ ફટકારાયો છે.

અન્ય સમાચારો પણ છે...