તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નેકની તૈયારી પૂર્ણ:આજે સિન્ડિકેટ સભ્યો, 13-14મીએ VC-PVCનું ભવનોમાં ઇન્સ્પેક્શન

રાજકોટ25 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • યુનિવર્સિટીની કોર કમિટીની આજે છેલ્લી મિટિંગ

નેકની ટીમના આગમનને આડે હવે દસ જ દિવસ બાકી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નેક સંબંધિત મોટાભાગની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. તારીખ 9ને મંગળવારે યુનિવર્સિટીમાં કોર કમિટીની આખરી મિટિંગ સવારે કુલપતિની અધ્યક્ષતામાં મળશે જેમાં નેક સંબંધિત કામગીરીની ચર્ચા કરવામાં આવશે અને મિટિંગ પૂર્ણ થયા બાદ સિન્ડિકેટ સભ્યો જેમને ચાર-ચાર ભવનોની જવાબદારી સોંપવામાં આવી છે તેઓ દરેક ભવનમાં પણ મુલાકાત લેશે અને આખરી તબક્કાની નેક સંબંધિત કામગીરીની સમીક્ષા કરશે. આજે સિન્ડિકેટ સભ્યો દરેક ભવનની મુલાકાત લેશે અને તારીખ 13-14મીએ કુલપતિ અને ઉપકુલપતિ નેક પહેલા રિહર્સલ સ્વરૂપે દરેક ભવનોનું ઇન્સ્પેક્શન કરશે.

18થી 20 ફેબ્રુઆરી દરમિયાન નેકની ટીમ યુનિવર્સિટીનું ઇન્સ્પેક્શન કરવા આવી રહી છે ત્યારે યુનિવર્સિટીમાં નેકના આગમન પહેલા રિહર્સલ સ્વરૂપે કુલપતિ-ઉપકુલપતિ યુનિવર્સિટીના તમામ ભવનોનું ઇન્સ્પેક્શન કરશે. 13 અને 14 ફેબ્રુઆરી દરમિયાન યુનિવર્સિટીના કુલપતિ-ઉપકુલપતિ યુનિવર્સિટીના તમામ ભવનોનો ડેટા, વિદ્યાર્થીઓની સંખ્યા, પરિણામ, સંશોધન, ઉપલબ્ધિઓ, સેમિનાર-વર્કશોપ, ગ્રાન્ટ, કોર્સ, વિદ્યાર્થી માટેનું સુવિધાઓ-વ્યવસ્થાઓ, વિદ્યાર્થીઓને ફેલોશિપ, પીએચડી, સહિતની તમામ બાબતોનું પીપીટી પ્રેઝન્ટેશન નિહાળશે. ભવનના વડા અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે. એકેડેમિક ભવનો ઉપરાંત ગર્લ્સ-બોયઝ હોસ્ટેલ, સીસીડીસી, ભાઈઓ-બહેનોના જિમ, રિક્રિએશન ક્લબ, સહિતના કેન્દ્રોની પણ સમીક્ષા કરશે અને ખૂટતી વિગતો-બાબતો જણાવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો