તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠક:સૌ.યુનિ.માં બહુચર્ચિત માટી કૌભાંડ મુદ્દે સિન્ડીકેટની બેઠક પૂર્ણ,રજિસ્ટ્રાર જતીન સોનીને ક્લીન ચીટ,દોષનો ટોપલો કોન્ટ્રાક્ટર અને કર્મચારી પર ઢોળાયો

રાજકોટએક મહિનો પહેલા
ફાઈલ તસ્વીર
  • તપાસ સમિતિએ સિન્ડિકેટની બેઠકમાં રિપોર્ટ સુપ્રત કર્યો

રાજકોટમાં આજે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે યોજાનાર સિન્ડીકેટની બેઠકમાં બહુચર્ચિત માટી કૌભાંડમાં તપાસ સમિતિ તરફથી રજિસ્ટ્રાર જતીન સોનીને ક્લીન ચીટ આપવામાં આવી છે અને દોષનો ટોપલો કોન્ટ્રાક્ટર અને એક કર્મચારી પર ઢોળવામાં આવ્યો છે. હાલ તપાસ સમિતિએ સિન્ડિકેટની બેઠકમાં રિપોર્ટ સુપ્રત કર્યો છે. ઉલ્લેખનીય છે કે આજની બેઠકમાં કુલનાયક ડો.દેસાણીના કથિત અંગત હિત સાથે સંકળાયેલી ઓમ કોમ્પ્યુટર કોલેજના સ્થળ ફેરની દરખાસ્ત સહિતના અનેક ચર્ચાસ્પદ એજન્ડા જાહેર કરવામાં આવ્યા હોવાથી સિન્ડીકેટની બેઠકમાં ભારે તડાફડી બોલે તેવી સંભાવના દર્શાવવામાં આવી હતી. પરંતુ હજુ સુધી એવું કંઈ બન્યું નથી.

અગાઉ સિન્ડીકેટની બેઠકમાં મુલત્વી રાખવામાં આવી હતી
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની સિન્ડીકેટની બેઠકનો જે એજન્ડા જાહેર કરવામાં આવ્યો છે તેમાં સરદારનગરમાં આવેલી ઓમ કોલેજ ઓફ કોમ્પ્યુટર લાયન્સને કુવાડવા રોડ ઉપર ફેરવવાની જે દરખાસ્ત કરવામાં આવી છે તે અગાઉ સિન્ડીકેટની બેઠકમાં મુલત્વી રાખવામાં આવી હતી. એ સમયે આ કોલેજ સામે કુલનાયક ડો.દેસાણીનું અંગત હિત જોડાયેલુ હોવાની ફરિયાદો ઉઠી હતી. આંતરીક ખટપટને લીધે ફરીથી આ મુદ્દો એજન્ડામાં જાહેર થતા સિન્ડીકેટની બેઠકમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

ફાઈલ તસ્વીર
ફાઈલ તસ્વીર

બેઠકમાં સભ્યોનો આક્રમક મિજાજ જોવા મળશે
વધુમાં યુનિ.માં નેકની કમીટીના આગમન સમયે માટીના ફેરા કરવાના કૌભાંડમાં તત્કાલીન રજીસ્ટાર જતીન સોનીને હટાવવા પછી તપાસ અહેવાલ સિન્ડીકેટની બેઠકમાં રજુ કરાઈ હતી. જેમાં પોલીસ ફરિયાદ સહિતના મુદ્દે જે ભલામણો કરવામાં આવી છે તે મુદ્દે બેઠકમાં સભ્યોનો આક્રમક મિજાજ જોવા મળ્યો હતો. એ જ રીતે વર્ષ 2018 માં હોમિયોપેથીમાં જે પ્રવેશ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. તેમાં પોલીસ ફરિયાદ સહિતનાં પગલાં લેવામાં આવ્યા પછી જવાબદાર કર્મચારીઓ સામે પગલાં લેવામાં યુનિ. નિષ્ફળ ગઈ હોવાથી આ કૌભાંડનો મુદો પણ ચર્ચાસ્પદ બનશે.

પીએચડીની પ્રવેશ પરીક્ષામાં ગેરરીતિ અંગે ચર્ચા વિચારણાં થઈ હતી
એ જ રીતે અંગ્રેજી ભવનના જે અધ્યાપકોએ પીએચડીની પ્રવેશ પરીક્ષામાં ગેરરીતિ અને અનિયમિતતા આચરી છે તેમની પેપર સેટર તરીકેની કામગીરી ઉપર મુકવામાં આવેલા પ્રતિબંધ અંગે ચર્ચા વિચારણાં થઈ હતી. તદઉપરાંત કરાર આધારીત અધ્યાપકોની નિમણુંકનું મહેનતાણું રૂ.25 હજારથી વધારીને રૂ.40,176 કરવા અંગે વિચારણાં થશે. યુનિ. સરદાર પટેલ સ્પોર્ટસ કોમ્પ્લેકસમાં ટેનીસ કોર્ટ ભાડે આપવાની દરખાસ્ત અંગે પણ સિન્ડીકેટની બેઠકમાં ચર્ચા વિચારણાં થઈ હતી.