તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણીની તૈયારી:સૌ.યુનિ.માં સિન્ડીકેટની ચૂંટણી મે માસમાં યોજાશે, જાહેરનામું પ્રસિદ્ધ થતા માહોલ ગરમાયો

રાજકોટ16 દિવસ પહેલા
ફાઈલ તસ્વીર
  • જનરલની 5, પ્રિન્સિપાલની 2 તેમજ ટીચર્સ-હેડની 1-1 બેઠક માટે જંગ ખેલાશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સિન્ડીકેટની ચૂંટણીના પડઘમ વાગવાનું શરૂ થતા જ યુનિવર્સિટીના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. 23 મે 2021ના રોજ 3 વર્ષની ટર્મ પૂર્ણ થતાં સિન્ડીકેટની ચૂંટણી આગામી તારીખ 18-19 મેના યોજાનાર છે, જેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ અંગેનું જાહેરનામુ આજે યુનિ. દ્વારા પ્રસિદ્ધ કરતા શિક્ષણ જગતમાં ગરમાવો આવ્યો છે. સિન્ડીકેટની જનરલની 5, ટીચર્સ અને હેડની 1-1 અને પ્રિન્સિપાલની 2 બેઠક મળી કુલ 9 બેઠકની ચૂંટણી જાહેર થતા જ અનેક મુરતીયાઓ મેદાનમાં આવી ગયા છે. જેમાં ભાજપ દ્વારા અગાઉથી જ સિન્ડીકેટની ચૂંટણી માટેના મુરતીયામાં જુના જોગીઓ નક્કી કરી દેવામાં આવ્યા છે.

યુનિવર્સિટી સેનેટમાં ચૂંટણી થશે
આજે ચૂંટણી અંગેનું આ જાહેરનામું પ્રસિદ્ધ થતા જ તા. 21/4 સુધીમાં ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરી દાવેદારી નોંધાવી શકશે. જ્યારે તા. 22/4ના ઉમેદવારી પરત ખેંચી શકાશે. આ જ દિવસે સાંજના 4 કલાકે ફોર્મ ચકાસણી થશે. ત્યારબાદ તા. 23/4ના ઉમેદવારો પોતાના ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકશે. જે બાદ તા. 24/4ના માન્ય ઉમેદવારોની યાદી યુનિ. દ્વારા જાહેર કરાશે અને તા. 18/5 ના બપોરના 1 થી 3 કલાક દરમિયાન યુનિ. સેનેટમાં ચૂંટણી થશે.

નેહલ શુક્લે સિન્ડીકેટની ચૂંટણી લડવા માટે નારાજગી દર્શાવી
જનરલ ટીચર્સ અને પ્રિન્સિપાલની બેઠક માટેની ચૂંટણીનો આ કાર્યક્રમ રહેશે. જ્યારે ભવનના વડાની બેઠકની ચૂંટણી તા. 19/5 ના થશે જેમાં તા. 9/5 સુધીમાં ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. તા. 10/5ના ઉમેદવારી પરત ખેંચી શકાશે. આજ દિવસે ફોર્મ ચકાસણી થશે. જ્યારે તા. 11/5ના ઉમેદવારી પરત ખેંચી શકાશે અને તા. 22/5ના માન્ય ઉમેદવારોની યાદી જાહેર કરાશે. અહીં ઉલ્લેખનીય છે કે યુનિ. ભાજપ સંકલન દ્વારા અગાઉ જનરલ બેઠક માટે ભાવીનભાઇ કોઠારી, ગીરીશભાઇ ભીમાણી, ભરતભાઇ રામાનુજ તેમજ ટીચર્સની બેઠક માટે મેહુલભાઇ રૂપાણીને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે નેહલ શુક્લ કોર્પોરેટર તરીકે ચૂંટાયા હોય તેઓએ આ વખતે યુનિ.ની સિન્ડીકેટની ચૂંટણી લડવા માટે નારાજગી દર્શાવી હતી.

ક્રિમિનલ કેસ ધરાવતા વ્યક્તિ યુનિ. ચૂંટણી લડી શકશે નહીં
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં સ્ટેચ્યુટ 187 કાયદો મૂકવામાં આવ્યો છે. જેને રાજ્યપાલ દ્વારા મંજૂરી પણ આપી દેવામાં આવી છે. આ કાયદા અંતર્ગત જોગવાઇ છે કે કોઈ પણ પ્રકારના નાના મોટા ક્રિમિનલ કેસ ધરાવતા કોઇ પણ વ્યક્તિ યુનિવર્સિટીની કોઇ પણ ચૂંટણી લડી શકશે નહીં જે પણ એક સરાહનીય પગલું માનવામાં આવી રહ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો