તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરી:ગોંડલમાં સ્વીફ્ટ કારમાં આવેલા શખ્સોએ બે સ્કોર્પિયો કારની ચોરી કરી, ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ

22 દિવસ પહેલા
સીસીટીવી કેમેરામાં કેદ સ્કોર્પિયો કારની તસ્વીર
  • પોલીસે તસ્કરોની શોધખોળ હાથ ધરી, બંને કાર 7 લાખ રૂપિયા કિંમતની

ગોંડલના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં એક જ રાતમાં બે સ્કોર્પિયો કારની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી છે. જો કે, આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. જેમાં સ્વીફ્ટ કાર આગળ ચાલે છે અને પાછળ બે સ્કોર્પિયો કાર ચાલી રહી છે.

ગોંડલ ચોરાઈ ગયેલી સ્કોર્પિયો કારની તસ્વીર
ગોંડલ ચોરાઈ ગયેલી સ્કોર્પિયો કારની તસ્વીર

ગોંડલમાં બે અલગ અલગ જગ્યાએથી બે સ્કોર્પિયોની ચોરી થઇ
પ્રાપ્ત વિગત મુજબ સ્ટેશન પ્લોટમાં ચામુંડા ટ્રાવેલ્સની સામે રહેતા ઋષિભાઈ તરુણભાઈ રાજ્યગુરુએ પોતાના ઘર પાસે પાર્ક કરેલી રૂ7 લાખની સ્કોર્પિયો કાર GJ-03-LB-
4205 અને રેલવેના પાટા પાસે રાખેલી જયેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલાની રૂ.7 લાખની સ્કોર્પિયો GJ-03-LB-1055 કોઈ અજાણ્યા શખ્સે ચોરી કરી લઇ જતાં પોલીસ
ફરિયાદ નોંધાઇ છે. સ્વીફ્ટ કારમાં આવેલા શખ્સો દ્વારા બે સ્કોર્પિયો કાર ચોરી કરવાની ઘટનાને અંજામ આપ્યો હોવાનું સીસીટીવી કેમેરામાં કેદ થયું હોય પોલીસે તપાસ હાથ ધરી છે.

અગાઉ રાજકોટમાં કરોડપતિ ચોર ઝડપાયો હતો
બે મહિના પહેલા રાજકોટમાંથી કરોડપતિ ચોર તરીકે કુખ્યાત આનંદ સીતાપરાની ધરપકડ કરાઇ હતી. તેણે ચાર મહિનામાં રાજકોટ શહેરમાં 12 સ્થળે ખાબકી લાખો રૂપિયાનો મુદ્દામાલ ઉસેડી લીધો હતો. પોલીસે આનંદ અને તેના પુત્રને ઝડપી લઇ રૂ.15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આનંદે 4 મહિનામાં 12 સ્થળે લાખોની ચોરી કરી હતી. ચોરી કરતી વખતે સફેદ કપડાં જ પહેરતો અને ચોરી કર્યા બાદ મંદિરમાં બલિ ચડાવી માનતા પૂરી કરતો હતો. આનંદ એક સમયે ત્રણ માળના સેન્ટ્રલી એસી મકાનમાં રહેતો હતો અને 19 લાખની કાર પણ બુક કરાવી હતી.

(હિમાંશુ પુરોહિત - ગોંડલ)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો