સેવા પરમો ધર્મ:એક મિનિટમાં છ કિલો ઓક્સિજન આપી શકે તેવા મશીન સ્વામિનારાયણ ગુરુકુળ જરૂરિયાતમંદને આપશે

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્વામિનારાયણ ગુરુકુળ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન આપશેેે. - Divya Bhaskar
સ્વામિનારાયણ ગુરુકુળ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન આપશેેે.
  • દાતાએ આપેલા ઓક્સિજન મશીન સેવા માટે વપરાશે: ડિપોઝિટ પણ પરત કરાશે

સંત, શૂરા અને દાતાઓની ભૂમિમાં જન્મેલા ગુજરાતીઓ દેશ-વિદેશમાં વસ્યા છે. વિદેશની ભૂમિમાં રહીને પણ માતૃભૂમિને ભૂલ્યા નથી. સંકટ સમયે સહાય કરનારા દાન શૂરા, દાતાઓ ગરવી ગુજરાતની વહારે આવ્યા છે. અમેરિકા સ્થિત દાતાઓએ ઓક્સિજન બાટલાની તંગી નિવારે એવા મશીનો ગુજરાતમાં મોકલાવ્યા છે. પ્રભુ સ્વામીના જણાવ્યા અનુસાર રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળ તથા તરવડા સ્વામિનારાયણ ગુરુકુળને 14 કિલોનો વજન ધરાવતાં 2 બાય 2 ફૂટની સાઈઝના ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનો દાનમાં મળ્યા છે.

આ મશીન ગુરુકુળથી સેવામાં આપવામાં આવશે પરંતુ એ સમયે લેવા આવનારના આધારકાર્ડની ઝેરોક્ષ કોપી સાથે પાંચ હજાર રૂપિયા ડિપોઝિટ પેટે જમા કરાવવા જરૂરી છે. મશીન પરત આપવાના સમયે પાંચ હજાર રૂપિયા પૂરા પરત આપવામાં આવશે.

ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનની ખાસિયતો વર્ણવતાં શ્રુતિ પ્રકાશસ્વામીએ કહ્યું કે, એક મશીન એક મિનિટમાં છ કિલો ઓક્સિજન આપણને આપી શકે છે. તેમાં ઇન્ડસ્ટ્રીઝના બાટલાની જેમ રીફિલિંગની જરૂર પડતી નથી. સિલિન્ડર રાખવાની પણ જરૂર પડતી નથી.

ઈલેક્ટ્રિકથી આ મશીન ચાલી શકે છે. મશીન ચાલુ હોય ત્યાં સુધી અવિરત ઓક્સિજન મળતો રહે છે. મંગળવારે ઢેબર રોડ સ્વામિનારાયણ ગુરુકુળમાં લક્ષ્મીનારાયણ દાસજી સ્વામી સહિતના સંતોએ મશીનોનું પૂજન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...