તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક્સપાયર્ડ દવાનું કૌભાંડ:રાજકોટના ધો-7 પાસ બોગસ ડોક્ટરની પત્નીના ઓશો ક્લિનિક પર રેડ, દોઢ લાખનો શંકાસ્પદ દવાનો જથ્થો ઝડપાયો

રાજકોટ18 દિવસ પહેલા
  • એક્સપાયર્ડ આયુર્વેદિક દવાઓ અને સીરપને નવા પેકિંગમાં પેક કરી વેચવાનું કૌભાંડ
  • માનવ સ્વાસ્થ્યને હાની પહોંચાડે તેવી આયુર્વેદિક દવાઓ અને સીરપનું વેચાણ કરાતું
  • એક્સપાયર્ડ આયુર્વેદિક દવાઓ અને સીરપનો મસમોટા જથ્થો પોલીસે પકડ્યો

રાજકોટની શ્રમજીવી સોસાયટીમાં પરેશ પટેલની ક્લિનિક અને ગોડાઉનમાં આયુર્વેદિક દવા અને સ્ટિકર મળ્યા હતા. ત્યારબાદ નવા એસટી બસ સ્ટેન્ડ પર ત્રીજા માળે તેની પત્નીના નામે ઓશો ક્લિનિકથી રેડમાં રૂ.1.59 લાખની કિંમતનો વધુ શંકાસ્પદ દવાનો જથ્થો મળ્યો હતો. એટલું જ નહીં માત્ર ધોરણ- 7 વ્યક્તિએ પોતાની ડોક્ટર તરીકેની ઓળખ આપીને કૌભાંડ આચર્યુ હતું.

કોર્પોરેશનમાં વેરિફિકેશનમાં FSSSA નંબરમાં પરેશ પટેલનું નામ નહીં
vફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ આરોગ્ય વિભાગને સ્થળ પર બોલાવી સેમ્પલિંગ કરાવવામાં આવ્યું હતું. તેમજ આયુર્વેદિક દવાઓ અને મળી આવેલી સીરપ તથા ફૂડ કેટેગરીમાં ન્યુટ્રિશનલ હેલ્થ સપ્લિમેન્ટનું ઉત્પાદન અને વેચાણનો વ્યવસાય થતો હતો. તે અંગે જરૂરી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 અંતર્ગત જરૂરી FSSSA નંબર મળી આવ્યો હતો. જે અંગે રાજકોટ મહાનગરપાલિકામાં વેરિફિકેશન કરાવવામાં આવતા આ નંબરો પરેશ પટેલના નામે મળી આવ્યું નહોતું.

ઓશો ક્લિનિકમાં એક્સપાયર્ડ આયુર્વેદિક દવાને રિ પેકિંગ કરીને ફરી વેચાણ માટે મૂકાયાની તપાસ
ઓશો ક્લિનિકમાં એક્સપાયર્ડ આયુર્વેદિક દવાને રિ પેકિંગ કરીને ફરી વેચાણ માટે મૂકાયાની તપાસ

ગુરૂવારે એસઓજીએ રેડ કરી હતી
રાજકોટની શ્રમજીવી સોસાયટીમાં રહેતા પરેશ પટેલના મકાન અને ગોડાઉનમાં શહેર એસઓજીએ રેડ કરતા અલગ-અલગ 15 બ્રાન્ડની આયુર્વેદિક દવાઓ તથા અલગ-અલગ સ્ટિકરો મળી આવ્યા હતા. જેથી પોલીસે તાત્કાલિક જ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ આરોગ્ય વિભાગનો સંપર્ક કરી સ્થળ પર બોલાવી દવા અને સીરપના જથ્થાની ખરાઇ કરાવી હતી. જેમાં કુલ 21,25,200નો શંકાસ્પદ દવા સીરપનો જથ્થો મળી આવ્યો હતો.

રામોદના વ્રજરાજ ઓર્ગેનિક્સનો નંબર ઉપયોગમાં લેવાતો
પરેશ પટેલ કોટડા સાંગાણીના રામોદ ગામે આવેલા વ્રજરાજ ઓર્ગેનિક્સના એફએસએસએઆઇ નંબરનો ઉપયોગ કરતો હતો. જેના માલિકને તપાસમાં બોલાવતા તેઓ આવી કોઇ પ્રોડક્ટ બનાવતા ન હોવાનું જણાવ્યું હતું. તેમજ તપાસ દરમિયાન આ કામે એક્સપાયરી તારીખવાળી દવાઓમાં નવા સ્ટિકર મળી આવ્યા હતા. જે સ્ટિકર પ્રિન્સ નામના ગ્રાફિક ડિઝાઇનરે તૈયાર કર્યું હતું. જેથી વ્રજરાજ ઓર્ગેનિક્સના માલિક ઉપેન્દ્ર નાથાણીએ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસે ડોક્ટર પરેશભાઇ હરીલાલ પટેલ, મીનલબેન W૦ પરેશભાઇ હરીલાલ અને ગ્રાફિક ડિઝાઈનર પ્રિન્સ હીતેષભાઇ દઢાણીયાની ધરપકડ કરી છે.

રાજકોટ શ્રમજીવી સોસાયટીમાં SOGએ પટેલ ક્લિનિક પર રેડ કરી હતી
રાજકોટ શ્રમજીવી સોસાયટીમાં SOGએ પટેલ ક્લિનિક પર રેડ કરી હતી

ડો. નહીં ડોક્ટર બનવા માટે ગેઝેટમાં સોગંદનામું કર્યુ
મહત્વનું છે કે આરોપી પરેશ પટેલ માત્ર ધોરણ 7 પાસ છે. પરેશ પટેલે ગેઝેટમાં સોગંદનામું કરી ''Dr.'' ને બદલે પોતાના નામમાં જ સુધારો કરી ''ડોક્ટર પરેશ પટેલ'' લખાવ્યું છે. જોકે તેમના પત્ની પણ ડોક્ટરને લગતી કોઈ ડિગ્રી ધરાવતા નથી ત્યારે હવે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

SOGએ એક્સપાયર્ડ આયુર્વેદિક દવાની રિ-પેકિંગ કૌભાંડ ઝડપ્યું હતું
SOGએ એક્સપાયર્ડ આયુર્વેદિક દવાની રિ-પેકિંગ કૌભાંડ ઝડપ્યું હતું
અન્ય સમાચારો પણ છે...