રાજકોટના ક્રાઈમ ન્યૂઝ:એપાર્ટમેન્ટમાં રહેતા શખસ સાથે ઝઘડા બાદ પ્રૌઢનું શંકાસ્પદ મોત, પોલીસે હત્યાની શંકાએ મૃતદેહ ફોરેન્સિક પીએમ માટે ખસેડ્યો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

મૂળ ગોંડલના વાસાવડના અને હાલ કોઠારીયા રોડ સાંઈ દર્શન એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે રહેતા ભરતભાઈ ગગજીભાઈ રાઠોડ ગઈકાલે એપાર્ટમેન્ટના પાર્કિંગમાં હતા. ત્યારે ત્રીજા માળે જવા લિફ્ટ ખુલતા જ ચોથા માળે રહેતા મહેશ લાખાભાઈ ચાવડાએ આવી બોલાચાલી કરી હતી. બાદમાં તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ભરતભાઈનું શંકાસ્પદ મોત નીપજતા પોલીસે હત્યાની શંકાએ તેમના મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવા તજવીજ આદરી છે. ભરતભાઈ બે ભાઈ ત્રણ બહેનમાં નાના હતા અને તેમને સંતાનમાં બે પુત્ર હોવાનું સામે આવ્યું છે. તેઓ પોતે ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. હાલ આજીડેમ પોલીસે મૃતક સાથે ઝઘડો કરનાર મહેશની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે.

વીંછિયામાં બંધ મકાનમાં 7.50 લાખની ચોરી
રાજકોટ જિલ્લાના વીંછિયા પોલીસ મથકે ભરતભાઈ મેરામભાઈ રાજપરાએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, ગત 4/9/2022ના તેમનો એક દીકરો ગૌતમ ગુવારની જણસી વેચવા યાર્ડમાં ગયો હતો. જ્યારે પોતે ગેરેજે જતા રહ્યા હતા. ઘરે તેમના પત્ની નિમુબેન અને બીજો પુત્ર ધવલ ઘરે હતા. ગામમાં જ કુટુંબીમાં સીમંત પ્રસંગ હોવાથી નિમુબેન અને ધવલ બન્ને બપોરે 11.30 વાગ્યે ઘરને તાળુ મારી આ પ્રસંગમાં ગયા હતા. પ્રસંગમાંથી જમીને બન્ને માતા-પુત્ર ઘરે આશરે બપોરે 1.30 વાગ્યા આસપાસ પહોંચ્યા હતા. ઘરે આવીને જોયું તો મેઈન દરવાજાનું તાળુ તુટેલું હતું અને ઘરમાં તમામ સામાન વેર-વિખેર હતો. સ્ટીલના ડબ્બામાં રાખેલ નાની દીકરીના સોનાના ઘરેણા, કબાટમાં રાખેલ ઘરેણા-રોકડ, કોઠારમાં રાખેલા ઘરેણા અને રોકડ મળી કુલ રૂા.7,50,000નો મુદ્દામાલ તસ્કરો ચોરી ગયા હતા. ઘરેણામાં સોનાના આશરે 6 તોલાના અને ચાંદીના મોટા છડા આશરે 1 કિલોના તેમજ રૂ.4,70,000ની રોકડનો સમાવેશ થાય છે. આ મામલે વીંછિયા પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે.

ધમલપરમાં 3 શખસે યુવાન પર માર માર્યો
રાજકોટના કુવાડવા પોલીસની હદ વિસ્તારમાં આવેલ ધમલપરમાં રહેતાં વિજયભાઈ મનસુખભાઈ ધોળકિયા ગત રાત્રે પોતાના ઘર પાસે હતા. ત્યારે અચાનક મનસુખ, સંજય અને કાંતાબેન નામના શખ્સોએ કોઈ કારણસર ઝઘડો કરી ઢીકા પાટુનો માર મારી નાસી છૂટ્યા હતા. બાદમાં ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરતાં કુવાડવા પોલીસ સ્ટાફ ઇજાગ્રસ્તનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી હતી.

સોની વેપારીનું 7 લાખનું સોનુ ઓળવી ભાગી જનાર બંગાળી કારીગરની મુદ્દામાલ સાથે ધરપકડ કરાઈ.
સોની વેપારીનું 7 લાખનું સોનુ ઓળવી ભાગી જનાર બંગાળી કારીગરની મુદ્દામાલ સાથે ધરપકડ કરાઈ.

સોની વેપારીનું 7 લાખનું સોનુ ઓળવી જનારની ધરપકડ
રાજકોટના વધુ એક સોની વેપારીનું સોનુ લઇ બંગાળી કારીગર નાસી ગયાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી. જો કે, તપાસ દરમિયાન રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ચોક્કસ બાતમીના આધારે આરોપી નીતાઇ બેરાની ધરપકડ કરી તેની પાસેથી કુલ 3.21 લાખનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. સોની બજાર પાળગેટ રોડ પર શુભલક્ષ્મી કોમ્પલેક્ષમાં દુકાન ધરાવતા સોની વેપારી રજની શેઠિયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારી દુકાનમાં કામ કરતા આરોપી નિતાઈને કટકે કટકે 22 કેરેટનું 25,010 મી.ગ્રામ સોનુ પેન્ડલ સેટ બનાવવા માટે આપેલ હતું. જેમાંથી તેણે 118,300 મી.ગ્રામ સોનુ દાગીના બનાવી પરત આપેલ અને બાકીનું 146,710 મી. ગ્રામ સોનુ જેના દાગીના બનાવી પરત આપવાના હતા તે સોનાના દાગીના નહીં બનાવી તેમજ સોનુ પરત નહીં આપી 14:310 મી.ગ્રામ સોનુ 134 ગ્રામ 24 કેરેટ ફાઇન સોનું કે જેની કિંમત રૂપિયા 7,08,200ની ગણાય તે બંગાળી કરીગર ઓલવી જઇ ભાગી ગયો હતો જે અંગે ફરિયાદ નોંધાવી હતી.

સેટેલાઇટ ચોકમાં રહેતા યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કર્યો
મોરબી રોડ પરના સેટેલાઇટ ચોક પાસે શાંતિપાર્ક સોસાયટીમાં રહેતાં કૃપાનારાયણ રામનારાયણ મિશ્રા (ઉં.વ.42) ગઇકાલે ઘરે હતા, બાદમાં કામ શોધવા જાવ છું કહીને નીકળ્યાં બાદ ખોરાણા ફાટક પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી મોતને મીઠું કર્યું હતું. બનાવની જાણ થતાં રેલવે પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને કાગળો કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી પરિવારની પૂછપરછ હાથ ધરી હતી. મૃતક મજૂરી કામ કરે છે અને થોડા સમય પેહલાં કામ છૂટી ગયાં બાદ તે કામની શોધમાં હતાં. જેની ચિંતામાં પગલું ભર્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. મૃતકને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે જેને પિતાની છત્રછાયા ગુમાવતાં પરિવારમાં શોક છવાયો હતો.

મૃતક કામની શોધમાં હતા
કૃપાનારાયણ મિશ્રા ગઇકાલે ઘરે હતાં, બાદમાં કામ શોધવા જાવ છું કહીને નીકળ્યાં બાદ ખોરાણા ફાટક પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી મોતને મીઠું કર્યું હતું. બનાવની જાણ થતાં રેલવે પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને કાગળો કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી પરિવારની પૂછપરછ હાથ ધરી હતી. મૃતક મજૂરી કામ કરતા અને થોડા સમય પેહલાં કામ છૂટી ગયાં બાદ તે કામની શોધમાં હતાં. જેની ચિંતામાં પગલું ભર્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું.

નવી કોર્ટમાં ચોકીદારે એસીની ચોરી કરી
રાજકોટ શહેરના જામનગર રોડ પર બની રહેલ નવી કોર્ટમાં એસીની ચોરી થવાની ઘટનામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે મનહરપુર નજીકથી બે આરોપી ધર્મેશ પરમાર અને શ્યામ ચૌહાણની ધરપકડ કરી ચોરીમાં ગયેલ એસીનો મુદામાલ કબ્જે કરી તપાસ હાથ ધરી છે. ધર્મેશ કોર્ટ બિલ્ડિંગમાં જ ચોકીદારી કરતો હોવાથી અહીં મોંઘા સામાનની અવર-જવરનો તેને ખ્યાલ હતો. બીજી બાજુ છેલ્લા બે મહિનાથી સ્ટોકની ગણતરી કરવામાં આવી ન હોવાથી ધર્મેશે એ વાતનો લાભ લઈને મીત્ર શ્યામ ચૌહાણ સાથે અહીં ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો અને તક મળતાંની સાથે જ મીત્સુબીસી કંપનીનું ઈનડોર એરકંડીશનર, મીત્સુબીસી કંપનીનું આઉટડોર કંપ્રેશર ચોરી કરી લીધું હતું. ચોરી કર્યા બાદ ધર્મેશ અને શ્યામે એ.સી.ને વેચવા માટે પ્રયત્નો પણ કર્યા હતા પરંતુ બિલ નહીં હોવાને કારણે એ.સી.ને વેચી શક્યા ન હતા.

ઇમિટેશનના વેપારીના ઘરમાં 1.41 લાખની ચોરી
રાજકોટના ઇમિટેશનના વેપારી કલ્પેશ ધોળકીયા સબંધીના ઘરે ગણેશ મહોત્સવમાં હવનમાં દર્શન કરવા ગયા હતા અને સાંજે 4.30 વાગ્યે ઘરે પરત આવતા દરવાજા પર તાળું અને નકુચો તૂટેલી હાલતમાં જોવા મળ્યો હતો. જે બાદ ઘરમાં તપાસ કરતા બેડરૂમનો દ૨વાજો ખુલ્લો હતો તેમજ અંદ૨ ૨હેલો કબાટ પણ ખુલેલી હાલતમાં જોવા મળ્યો હતો અને લોક૨ પણ તુટેલી હાલતમાં હતું. લોક૨માં રાખેલા ચાંદીના દાગીના જોવામાં આવ્યા નહોતા. ત્યા૨બાદ પોલીસમાં ફોન કરી જાણ ક૨તા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘ૨માં તપાસ ક૨તા સોના ચાંદીની અલગ-અલગ વસ્તુ જેની કિંમત રૂ.1.41 લાખ થાય જે જોવામાં ન આવતા એ ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...