તપાસ:પ્રેમિકાની હત્યા બાદ તેના ફોનમાંથી પ્રેમીએ અમુક ડેટા ડિલીટ કર્યાની શંકા

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • સગીરાને મોતને ઘાટ ઉતાર્યા બાદ ભુજના પ્રેમીએ એસિડ પી લીધું’તું

કાલાવડની સગીરાને રાજકોટની હોટેલમાં તેના પ્રેમી ભુજના શખ્સે ગળેટૂંપો દઇ મોતને ઘાટ ઉતારી દીધી હતી, પ્રેમિકાની હત્યા કર્યા બાદ પ્રેમીએ એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો, પ્રેમિકાની હત્યા કર્યા બાદ તેના ફોનમાંથી પ્રેમીએ કેટલોક ડેટા ડિલીટ કર્યાની પોલીસને શંકા છે અને પોલીસે આ માટે એફએસએલની મદદ લીધી હતી.

જામનગરની ધ્રુવા હિરેનભાઇ જોશી (ઉ.વ.17)ની ગત ગુરુવારે રાજકોટની હોટેલ નોવામાંથી લાશ મળી આવી હતી તેમજ હોટેલના એજ રૂમમાંથી ભુજનો જેમિસ ધનરાજ દેવાયતકા (ઉ.વ.22) એસિડ પીધેલી હાલતમાં મળી આવતા તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ધ્રુવાની લાશનું પોસ્ટમોર્ટમ કરાવાતા તેને ગળેટૂંપો દઇ મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હોવાનો ધડાકો થયો હતો, ધ્રુવાએ લગ્ન માટે પરિવારજનો તૈયાર નહીં થાય તેમ કહેતા પ્રેમી જેમિસે તેની હત્યા કરી નાખી હતી.

ધ્રુવાની હત્યા કર્યા બાદ લાશ પાસે જેમિસ 12 કલાક બેઠો રહ્યો હતો અને તેના મિત્ર પાસેથી એસિડ મગાવ્યા બાદ એસિડ પીધું હતું, જોકે તે પહેલા જેમિસે પ્રેમિકા ધ્રુવાના મોબાઇલમાંથી કેટલોક ડેટા ડિલીટ કરી નાખ્યો હતો, તે ડેટા ફરીથી મેળવવા માટે પોલીસે મૃતકનો મોબાઇલ એફએસએલમાં મોકલવાની કવાયત શરૂ કરી હતી, બીજીબાજુ ઘટનાની રાત્રે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયેલા જેમિસને સિવિલ હોસ્પિટલમાં શિફ્ટ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...