તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:રીબડા રેલવે સ્ટેશન નજીકથી મળેલી યુવતી પર દુષ્કર્મની શંકા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઇજાગ્રસ્ત હાલતમાં રાજકોટ હોસ્પિટલમાં ખસેડી’તી

રીબડા રેલવે સ્ટેશનથી ત્રણેક કિ.મી.દૂર ગત તા.28ના એક યુવતી ટ્રેનની ઠોકરે ચડી ગઇ હતી, ચાલકે ટ્રેન રોકી યુવતીને તેમાં બેસાડી રીબડા રેલવે સ્ટેશને પહોંચાડી હતી. રીબડા રેલવે પોલીસે જાણ કરતાં 108નો સ્ટાફ દોડી ગયો હતો અને ઘવાયેલી યુવતીને સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આઠ દિવસથી સિવિલમાં બિનવારસી હાલતમાં સારવાર લઇ રહેલી યુવતીની શહેરના સાંઇબાબા ચેરિટેબલ ટ્રસ્ટના રૂપલબેન દર્શિતભાઇ પટેલ અને હેત્વીબેન પ્રિતેશભાઇ પટેલ સંભાળ લઇ રહ્યા છે.

યુવતીએ કહ્યું હતું કે, ગત તા.28ના પોતે લીલી સાજડિયાળી ગામેથી ચાલીને હાઇવે પર આવી હતી ત્યારે એક રિક્ષાચાલકે તેને રિક્ષામાં બેસાડી હતી અને કલાકો સુધી રિક્ષામાં ફેરવ્યા બાદ રીબડા નજીક રેલવે સ્ટેશન પાસે લઇ ગયો હતો અને ત્યાં ટ્રેનના ડબ્બામાં બેસાડી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. મંગળવારે યુવતીના પિતાને શોધી કાઢી હોસ્પિટલે બોલાવ્યા હતા અને પિતા-પુત્રીનું મિલન કરાવ્યું હતું. યુવતીના તબીબી રિપોર્ટ બાદ ચિત્ર સ્પષ્ટ થશે તેવું તપાસનીશ અધિકારીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...