તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસને પડકાર:રાજકોટમાં 85 લાખના સોનાના દાગીનાની લૂંટ પહેલા જ્વેલર્સ નજીક 2 શખ્સે રેકી કર્યાનું તારણ, 3 નહીં 5 શખ્સની સંડોવણી હોવાની શંકા

રાજકોટ2 મહિનો પહેલા
લૂંટારૂઓએ વેપારીને ઢોર માર માર્યો હતો.
  • ત્રણ શખ્સે બંદૂકની અણીએ લૂંટ કર્યા બાદ જ્વેલર્સના માલિકને દુકાનની તિજોરીમાં પુરી દીધા હતા
  • લૂંટારૂઓએ લૂંટમાં ચોરાઉ હોન્ડાનો ઉપયોગ કર્યો હોવાનું અને ગ્રીનલેન્ડ ચોકથી મોરબી તરફ ગયા હતા

રાજકોટના ચંપકનગર શેરી નંબર 3માં આવેલ શિવ જ્વેલર્સ નામની દુકાનમાં ગઇકાલે બપોરના સમયે ચાંદીની વીંટી ખરીદવાના બહાને ગ્રાહકના રૂપમાં પ્રવેશ કરી માત્ર 15 મિનિટમાં બંદૂકની અણીએ ફિલ્મી ઢબે 85 લાખના દાગીનાની લૂંટ ચલાવી આરોપીઓ પોલીસને પડકાર ફેંકી ગ્રીનલેન્ડ ચોકથી બેડી ચોક થઇ મોરબી તરફ રવાના થયાનું જાણવા મળી રહ્યું છે. લૂંટ પહેલા બં શખ્સે જ્વેલર્સ નજીક રેકી કરી હોવાનું પણ તપાસ ખુલ્યું છે. આથી લૂંટની ઘટનામાં 3 નહીં પરંતુ 5 શખ્સની સંડોવણી હોવાની શંકા સેવાઇ રહી છે.

જ્વેલર્સના માલિકે ત્રણ અજાણ્યા શખઅસ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી
ફરિયાદી મોહનભાઇ ડોડીયાએ ફરિયાદમાં જણાવ્યા મુજબ 3 શખ્સો ચાંદીની વીંટીની ખરીદી કરવાના બહાને આવ્યા હતા અને એ સમયે ત્રણ પૈકી એક શખ્સ અચાનક ટેબલ પર ચડી અંદર આવી બંદૂક બતાવી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં ઢીકાપાટુ માર મારી 2 કિલો 700 ગ્રામ સોનાના દાગીના અને આશરે 2 કિલો ચાંદીના દાગીના મળી કુલ 82,96,900 કિંમતના દાગીના અને રૂપિયા 2,50,000 રોકડ મળી કુલ રૂપિયા 85,46,900ની લૂંટ કરી નાસી છૂટ્યા હતા. અને જતા સમયે દુકાન માલિકને દુકાનની તિજોરીમાં પૂરી દીધા હતા.

લૂંટારૂઓએ બંદૂકથી વેપારીને બંધક બનાવ્યા હતા.
લૂંટારૂઓએ બંદૂકથી વેપારીને બંધક બનાવ્યા હતા.

લૂંટારૂઓએ લૂંટમાં ચોરાઉ હોન્ડાનો ઉપયોગ કર્યો હતો
પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજને આધારે તપાસ કરતા લૂંટારૂઓએ લૂંટમાં ચોરાઉ હોન્ડાનો ઉપયોગ કર્યો હોવાનું અને ગ્રીનલેન્ડ ચોક તથા બેડી ચોક થઇ મોરબી તરફ ભાગ્યાનું હોવાનું સામે આવી રહ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં છેલ્લા ઘણા દિવસોથી રેકી કર્યા બાદ ઘટનાને અંજામ આપ્યાનું તારણ સામે આવી રહ્યું છે. લૂંટના થોડા સમય પહેલા અન્ય 2 લોકોની હિલચાલ આસપાસ થતી હોવાના આધારે લૂંટમાં 5 શખ્સોની સંડોવણી હોવાની શક્યતા સેવાઇ રહી છે. જોકે 24 કલાક બાદ હજુ પણ આરોપી પોલીસના હાથે ઝડપાયો નથી. એટલે સીધી રીતે આરોપીઓ પોલીસને પડકાર ફેંકી નાસી છૂટવામાં સફળ થયા છે.

પોલીસે 3 ટીમ બનાવી આરોપીને
પોલીસે શિવ જ્વેલર્સના માલિક મોહનભાઇ ડોડીયાની ફરિયાદ પરથી ત્રણ અજાણ્યા શખ્સો સામે આઇપીસી કલમ 394, 397, 452, 34 તથા આર્મ્સ એક્ટની કલમ 25 (1-બી) એ મુજબ લૂંટનો ગુનો નોંધી ક્રાઇમ બ્રાન્ચ, એ ડિવિઝન અને બી ડિવિઝનની અલગ અલગ 3 ટીમ બનાવી આરોપી પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ત્રણેય શખ્સ સીસીટીવીમાં કેદ થયા હતા.
ત્રણેય શખ્સ સીસીટીવીમાં કેદ થયા હતા.

આટલા દાગીના લૂંટારૂ લૂંટી ગયા
- સોનાની બુટી જુદી-જુદી ડીઝાઇનની જોડી નંગ-45 (230 ગ્રામ, કિંમત 75,900)
- સોનાની વીટી જુદી-જુદી ડીઝાઇનની નંગ-80 (400 ગ્રામ, કિંમત 13,20,000)
- સોનાના પેન્ડન્ટ સેટ મીક્સ જેમા પેન્ડન્ટ તથા બુટી સાથે (990 ગ્રામ, કિંમત 2,97,000)
- સોનાના પેન્ડન્ટ મીક્સ નંગ- 50 (વજન 100 ગ્રામ કિંમત 3,30,000)
- સોનાની બાલી જોડી નંગ 49, (વજન 80 ગ્રામ કિંમત 2,64,000)
- સોનાના ચેઇન જુદી-જુદી ડીઝાઇનના નંગ 10 (વજન 150 ગ્રામ, કિંમત 4,95,000)
- સોનાના પાટલા જોડી અલગ અલગ ડીઝાઇનની જોડી નંગ 4 (વજન 215 ગ્રામ, કિંમત 7,09,500)
- એક સોનાની માળા તથા એક સોનાનો હાર (વજન 180 ગ્રામ, કિંમત 5,94,000)
- સોનાનુ મંગળસુત્ર અલગ અલગ ડીઝાઇનના નંગ 2 (કિંમત 1,32,000)
- સોનાની બચ્ચાલક્કી તથા નજરીયા (કિંમત 1,65,000)
- નાકના દાણાના બોકસ નંગ 2 જેમા આશરે 140 નંગ દાણા (વજન 120 ગ્રામ, કિંમત 3,96,000)
- સોનાની ફાઈન લગડી નંગ 1 (વજન 100 ગ્રામ, કિંમત 3,30,000)
- ચોખ્ખા સોનાની લગડીઓના કટકા (વજન 135 ગ્રામ, કિંમત 4,45,500)
- સોનાનો કંદોરો નંગ 1 (વજન 80 ગ્રામ, કિંમત 2,64,000)
- સોનાનો હાર નંગ 1 (વજન 60 ગ્રામ, કિંમત 1,98,000)
- સોનાનો પેન્ડન્ટ સેટ નંગ 1 (વજન 30 ગ્રામ, કિંમત 99,000)
- સોનાના પંજા અલગ અલગ ડીઝાઇનના નંગ 4 (વજન 180 ગ્રામ, કિંમત 5,94,000)
- સોનાનુ ડોકીયુ નંગ 1 (વજન 30 ગ્રામ કિંમત 99,000)
- સોનાના હાર અલગ અલગ ડીઝાઇનના 3 (વજન 208 ગ્રામ, કિંમત 6,86,400)
- સોનાની મગમાળા નંગ 1 (વજન 50 ગ્રામ, કિંમત 1,65,000)
- ચાંદીના જુદી જુદી ડીઝાઇનના અલગ અલગ પ્રકારના દાગીનાઓ આશરે 2 કિલો વજન, કિંમત 70,000 તથા રોકડા રૂપિયા 2,50,000 મળી કુલ 85,46,900ની મત્તાનો લૂંટારૂઓએ લૂંટ ચલાવી

અન્ય સમાચારો પણ છે...