તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

15થી 25 વર્ષના યુવકો કોરોના સ્પ્રેડર:રાજકોટમાં સરવે કરતા દવા-વસ્તુ લેવા, મિત્રને મદદ કરવાના બહાને આંટાફેરા મારતાં હોવાનું બહાર આવ્યું

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • રાજકોટમાં 1080 લોકોનો સરવે કર્યો, બહાર નીકળવા 49% યુવાનોની બહાનાબાજી

રોજકોટની મનોવિજ્ઞાનના કાઉન્સેલિંગ સેન્ટરમાં 1080 લોકોનો સરવે ડો.યોગેશ જોગસણના માર્ગદર્શન હેઠળ 45 સલાહકાર વિદ્યાર્થીઓ અને અધ્યાપકો ડો.ધારા દોશી, ડો.ડિમ્પલ રામાણી, ડો.હસમુખ ચાવડા દ્વારા કરાયો હતો. જેમાં ટીનએજ અને યુવાનો કંઈ કામ ન હોય તો પાનના ગલ્લે ફાકી-પાન-માવા ખાવા, ગપાટા મારવા ભેગા થઇ કોરોનાને સ્પ્રેડ થવા માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડી રહ્યા હોવાનું ખૂલ્યું હતું.

જે સરવે કરાયો તેમાંથી કઈ ઉંમરના કેટલા ટકા લોકો બિનજરૂરી બહાર ફરે છે

 • 15થી 25 વર્ષના વ્યક્તિઓનું પ્રમાણ 49% હતું.
 • 26થી 40 વર્ષના વ્યક્તિઓનું પ્રમાણ 22% હતું.
 • 41થી 55 વર્ષના વ્યક્તિઓનું પ્રમાણ 17% હતું.
 • 56થી વધુ વર્ષના વ્યક્તિઓનું પ્રમાણ 12% હતું.

બહાર ફરતા યુવાનોએ જણાવ્યાં અવનવા કારણો

 • કિસ્સો-1: યુવાનનું એક જૂથ ફોટો શૂટ કરતું હતું. તેમને પૂછયું કે મહામારીમાં એકત્ર થઈ ફોટો શૂટ કરવું જરૂરી છે. તેમને જવાબ આપ્યો કે સાહેબ ક્યાંય કોરોના છે જ નહીં અને હશે તો અમે કાલ મરી જવાના છીએ તો આજે મોજથી જીવી લઈએ.
 • કિસ્સો-2: ઘણા યુવાનો ભેગા થઇ ક્રિકેટ રમે છે તેમને પૂછવામાં આવે તો જવાબ દે છે કે ‘ઘરમાં કંટાળો આવે છે અને રમીએ તો બોડીની કસરત થઈ જાય છે જે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે’.
 • કિસ્સો-3: એક શાકભાજી વેચતા ભાઇને કોરોનાના લક્ષણો જણાતા હતા તેમને ચેકઅપ કરાવવાનું કહેતા તેમણે કહ્યું કે, ભાઇ મારે પાંચ સંતાનો છે અને કમાવવા વાળો હું એક છું, જો હું ચેકઅપ કરાવીને દવાખાને જઈશ તો સંતાનો ભૂખ્યા મરશે.

બહાર નીકળવાનાં કારણો

 • દવા લેવા જવાનું બહાનું.
 • મિત્રને કામ છે, ઘરે વાંચવા જવાનું બહાનું
 • સેવાને બહાને, વસ્તુ લેવા, પાન-ફાકીના બહાના કાઢી બહાર આંટા મારવા નીકળે છે.
 • ક્લાસીસનું બહાનું, ઝેરોક્ષ કરવાના બહાના.
 • ઘણા મેડિકલ ઇમર્જન્સીનું કહી બહાર નીકળે.
 • ફ્રેશ થવા જાઉ છું તેવું કહી મિત્રોને મળે છે.
 • મિત્રને જરૂર પડી છે તો મળવા જવું પડશે.
 • યુવાનોને કોરોનાની કોઇ અસરો નથી થતી.
 • આખો દિવસ ઘરમાં રહીને કંટાળો આવે છે.
 • ઘરમાં ક્યા સુધી રહેવું? બહાર તો જાવું ને?
અન્ય સમાચારો પણ છે...