તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:વધુ બે ગુનેગાર પાસા હેઠળ સુરત જેલહવાલે

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ, જિલ્લાના બે ગુનેગાર સામે પોલીસે પાસાનું શસ્ત્ર ઉગામી જેલહવાલે કર્યા છે. વિદેશી દારૂના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા તિરૂપતિ સોસાયટી-2માં રહેતા જયદીપ બકરાણિયા સામે પોલીસે પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી. જેના પર પોલીસ કમિશનરે મંજૂરીની મહોર મારતા જયદીપને પાસા હેઠળ સુરત જેલહવાલે કર્યો છે. શાપરમાં પરપ્રાંતીય શ્રમિકોને વતનમાં જવા લોકોને ઉશ્કેરી પોલીસ, પત્રકાર પર હુમલાના ગુનામાં પકડાયેલા મૂળ બિહારના, શાપરમાં નોકરી કરતા નરબદ જંડુ સામેની પાસાની દરખાસ્ત પર કલેક્ટરે મંજૂરી આપતા સુરત જેલહવાલે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...