તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાતમાં પ્રથમ:રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની પહેલ, USAના લાઇફ કોચ, ડોક્ટરો અને મનોચિકિત્સકો શિક્ષકોને કોરોના વોરિયર્સની ટ્રેનિંગ આપશે

રાજકોટ2 મહિનો પહેલા
ફાઇલ તસવીર.
  • વિદેશમાં કોરોનાને લગતા સવાલો અને મૂંઝવણ અંગે સર્ટિફાઇડ કોર્સ કરાવાય છે
  • IMA અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને સાથે રાખી ટ્રેનિંગની શરૂઆત કરવામાં આવશે

શિક્ષક એ દરેક લોકોનો આધાર સ્તંભ છે, બાળકો વાલીઓનું નહિ પરંતુ શિક્ષકે કહેલી વાત ઝડપથી સ્વીકાર કરે છે, માટે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા ગુજરાતમાં પ્રથમ વખત અનોખી પહેલ કરવા જઇ રહ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને IMA સાથે રાખી શિક્ષકોને કોરોના વોરિયર્સ ટ્રેનિંગ આપવામાં આવશે. આ ટ્રેનિંગ USAના લાઇફ કોચ ડો.કમલ પરીખ, ડોક્ટરો અને મનોવિજ્ઞાન ભવનના અધિકારીઓ દ્વારા આપવામાં આવશે.

ટ્રેનિંગમાં કોરોનાને લગતા પ્રશ્નો અને અન્ય બાબતો અંગે માર્ગદર્શન અપાશે
રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ડી.વી.મહેતાએ જણાવ્યું હતું કે, કોરોનાની મહામારી સામે કેટલીક અફવાઓ અને અંધશ્રદ્ધાના કારણે લોકો વેક્સિન લેવાનું ટાળી રહ્યાં છે. એવા સમયે શાળામાં બાળકોને તેમના વાલીઓએ વેક્સિન લીધી કે કેમ અથવા ન લીધી હોય તો શા માટે લેવી જોઇએ તે અંગે માર્ગદર્શન આપવામાં આવશે. એટલું જ નહિ આ સાથે ખાસ શિક્ષકોને કોરોના વોરિયર્સ ટ્રેનિંગ આપવા માટે પણ ગુજરાતમાં પ્રથમ રાજકોટમાં આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં કોરોનાને લગતા પ્રશ્નો અને અન્ય બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવશે.

રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ડી.વી.મહેતા.
રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ડી.વી.મહેતા.

વિદેશમાં કોરોના વોરિયર્સના સર્ટિફાઇડ કોર્સ કરાવાય છે
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, વિશ્વના કેટલાક દેશોમાં કોરોના વોરિયર્સના સર્ટિફાઇડ કોર્સ કરાવવામાં આવી રહ્યાં છે. જેમાં સામાજિક, આર્થિક, મનોવૈજ્ઞાનિક, શૈક્ષણિક અને આરોગ્યને લગતા પ્રશ્નો હોય તો તેનો સામનો કેવી રીતે કરવો અને સમાજને તેમાંથી કેવી રીતે બચાવવો તે શીખવવામાં આવી રહ્યું છે. મૂળ રાજકોટના અને હાલ USAમાં રહેતા ડો. કમલ પરીખ કે જેઓ અમેરિકામાં લાઇફ કોચ તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન અને IMA સાથે મળી રાજકોટના શિક્ષકોને આ ટ્રેનિંગ પુરી પાડશે.

રાજકોટમાં સફળતા મળ્યા બાદ સમગ્ર ગુજરાતમાં આ પ્રોજેક્ટ લાગુ કરાશે
સમાજમાં થતા અલગ અલગ પ્રશ્નો થકી સમાજને કોઇ જુદી અસર ન થાય અને સમાજને બચાવી શકાય તે માટે ખાસ શિક્ષકોને ટ્રેનિંગ આપી આ વાત વિદ્યાર્થી સુધી પહોંચાડવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ત્યારે રાજકોટમાં સફળતા મળ્યા બાદ સમગ્ર ગુજરાતમાં આ પ્રોજેક્ટ અંતર્ગત કામ કરવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ માટે મોટી સંખ્યામાં વધુને વધુ શિક્ષકો જોડાય અને સમાજને આગળ લાવવા તેમજ બચાવવા માટે મદદરૂપ બને તેવી અપીલ શાળા સંચાલક મંડળ દ્વારા કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સહકારથી શિક્ષકોને ટ્રેનિંગ અપાશે (ફાઇલ તસવીર).
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સહકારથી શિક્ષકોને ટ્રેનિંગ અપાશે (ફાઇલ તસવીર).

અંધશ્રદ્ધાને લઇને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ઉમદા કાર્ય
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા અંધશ્રદ્ધાને લઇને ઉમદા કાર્ય કરવામાં આવી રહ્યું છે. કોરોના વેક્સિનને લઇને ગામડાના લોકોમાં જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે. આથી મનોવિજ્ઞાન ભવનની 50 લોકોની ટીમ ગામડે ગામડે ફરી રહી છે અને લોકોનું કાઉન્સેલિંગ કરી વેક્સિન અંગેની ગેરમાન્યતાઓ દૂર કરે છે. ગામડામાં કોરોના અને વેક્સિનને લઇને લોકોને અંધશ્રદ્ધાના કૂવામાં ધકેલી દીધા છે. આથી આ ટીમ લોકોને સમજાવી રહી છે અને જાગૃત કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...