રાજકોટ:પાન, બીડી અને તમાકુના 22 જથ્થાબંધ વેપારીઓને ત્યાં પુરવઠા વિભાગ અને GSTના દરોડા, 65 લાખની કરચોરી ઝડપાઇ

રાજકોટ3 વર્ષ પહેલા
  • સંગ્રહખોરી અને કાળા બજારને લઈને એસોસિએશન દ્વારા અરજી કરવામાં આવી હતી

રાજકોટ શહેરમાં પાન, બીડી અને તમાકુના 22 જથ્થાબંધ વેપારીઓને ત્યાં પુરવઠા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. પુરવઠા વિભાગે GSTના અધિકારીઓને સાથે રાખીને આ દરોડા પાડ્યા છે. દરોડા દરમિયાન GST વિભાગે 65 લાખની કરચોરી ઝડપી પાડી છે. રિટેઈલ પાન દુકાનદાર એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને સંગ્રહખોરી અને કાળા બજારને લઈને અરજી કરવામાં આવી હતી. જેથી છેલ્લા 2-3 દિવસથી પુરવઠા વિભાગે દરોડાની કારગીરી હાથ ધરી છે. શુક્રવારે પણ પુરવઠા વિભાગે GSTના અધિકારીઓને સાથે રાખીને દરોડા પાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...