• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • 'Sunny Paji Da Dhaba' In Rajkot Again In Sansa Of Health Department, Found Lung harmful Synthetic Food Colouring, Fined Rs 6 Lakh

આ ખોરાક કેન્સરને આમંત્રિત કરશે:રાજકોટમાં 'સન્ની પાજી દા ઢાબા' ફરી આરોગ્ય વિભાગના સાણસામાં, ફેફસા માટે હાનીકાર સીન્‍થેટીક ફૂડ કલર મળ્યો, રૂ.6 લાખનો દંડ

રાજકોટ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

રાજકોટમાં સ્વાદના શોખીન લોકોની કમી નથી. એટલે જ જીભને ચટાકો મળે તેવો ખોરાક આરોગવામાં રાજકોટીયન્સ અગ્રીમ હરોળમાં આવે છે. જેને પગલે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા નિયમિત રેસ્ટોરાંમાં દરોડા પાડવામાં આવે છે જેથી સ્વાદના નામે ભેળસેળિયા ખોરાકનું વેચાણ અટકે ત્યારે શહેરમાં ફાસ્ટફૂડ અને ખાસ તો પંજાબી વાનગીઓ માટે પ્રખ્યાત 'સન્ની પાજી દા ઢાબા'માં ફેફસા માટે હાનીકાર સીન્‍થેટીક ફૂડ કલર મળી આવ્યો છે. મનપાના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર આ સીન્‍થેટીક ફૂડ કલર એટલો જોખમી છે કે તેનું સેવન કરવાથી કેન્સર જેવા ગંભીર રોગ થઈ શકે છે. જેને પગલે મનપા દ્વારા રૂ.6 લાખનો દંડ સન્ની પાજી'ના સંચાલકોને ફટકારવામાં આવ્યો છે.

ફ્રીઝ અને સ્ટોરેજમાંથી જીવાત મળી હતી
નોંધનીય છે કે 7 મહિના પૂર્વે પણ સન્ની પાજી દા ઢાબા રેસ્ટોરન્ટમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં કિચનમાં ખૂબ જ ગંદકી જોવા મળી હતી. ફ્રીઝ અને સ્ટોરેજમાં જીવાત, સડેલા બટેટા અને બિન આરોગ્યપ્રદ શાકભાજીનો જથ્થો મળી આવ્યો હતો. શાકમાં પ્રતિબંધિત આજીનો મોટોના ઉપયોગ અને ગ્રેવી શાકમાં કેમિકલ કલર મળી આવ્યો હતો. ફ્રીઝમા વાસી લોટ, શાકભાજી, મંચ્યુરીયન ગ્રેવી સહિત 12 કિલો જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કોમર્શિયલ કોમ્પલેક્સમાં રસોડુ અને સ્ટોરેજ બનાવવામાં આવ્યાનું ખુલ્યું હતું.

આ પૂર્વે પણ શાકમાં કેમિકલ કલર મળી આવ્યો હતો
આ પૂર્વે પણ શાકમાં કેમિકલ કલર મળી આવ્યો હતો

અન્ય બ્રાન્ચને અગાઉ નોટિસ આપી હતી
સન્ની પાજી દા ઢાબા રેસ્ટોરન્ટની રાજકોટમાં અન્ય બીજી બ્રાન્ચો પણ આવેલી છે. જેમા રણછોડનગર વિસ્તાર, નાનામૌવા વિસ્તાર અને સર્વેશ્વર ચોકમા આવેલી પેઢીની પણ અગાઉ ફરિયાદ આવી હતી. જેને ભૂતકાળમા પણ હાઇજેનિક કન્ડિશન જાળવવા અંગે નોટિસ આપવામા આવી હતી. છતાં તંત્રની નોટિસને પણ અવગણવામાવી હોય તેવું સામે આવી રહ્યું છે.

7 મહિના પૂર્વે ફ્રીઝમાં વાસી શાકભાજી મળ્યા હતા
7 મહિના પૂર્વે ફ્રીઝમાં વાસી શાકભાજી મળ્યા હતા

સીન્‍થેટીક ફૂડ કલર મળ્યો
આ અંગે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યું અનુસાર યાજ્ઞીક રોડ પર સર્વેશ્વર ચોક પાસે આવેલા 'સન્‍ની પાજી દા ઢાબા'માં ખાદ્યચીઝ મંચુરીયન ડ્રાય (પ્રિપેર્ડ લુઝ) અને પંજાબી રેડ ગ્રેવી (પ્રિપેર્ડ લુઝ)માં સીન્‍થેટીક ફૂડ કલર મળ્યો હતો. જેથી નમુનો આપનાર પેઢીના ભાગીદાર અમનદીપસિંહ કુલવંતસિંહ ને રૂ.2 લાખ, પેઢીના મલિક ચરણપ્રીતસિંહ ઉજાગરસીંઘ ખેતાનને રૂ.2 લાખ અને તેની ભાગીદાર પેઢી સન્‍ની પાજી દા ધાબા ફૂડ પાર્સલ (ભાગીદારી પેઢી) ને રૂ.2 લાખ મળી કુલ રૂ.6 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

મંચુરીયન ડ્રાયઅને પંજાબી રેડ ગ્રેવીમાં સીન્‍થેટીક ફૂડ કલર મળ્યો
મંચુરીયન ડ્રાયઅને પંજાબી રેડ ગ્રેવીમાં સીન્‍થેટીક ફૂડ કલર મળ્યો

જય દ્વારકાધીશ નાસ્તા ગૃહમાં વેજીટેબલ ફેટ ધરાવતું ઘી મળ્યું
આ ઉપરાંત કોઠારીયા રોડ પર આવેલ સુગંધ એન્‍ટરપ્રાઈઝમાં વેંચાતા જીરૂમાં ભેળસેળ મળી આવતા તેના ભાગીદાર નિલેશ છગનભાઈ અમૃતિયા અને પેઢીના માલિકને સંયુક્ત રીતે રૂ.10 હજારનો દંડ ફટકારાવાંમાં આવ્યો છે. જયારે નાનામવા મઈન રોડ પર આવેલ જય દ્વારકાધીશ નાસ્તા ગૃહમાં ગાયના ઘીમાં વેજીટેબલ ફેટની હાજરીનાં કારણે તેના માલિક વિજયભાઈ મસરીભાઈ જોગલને રૂ.15 હજારનો દંડ કરવામાં આવેલ છે.

માધાપર વિસ્તારમાં ફૂડ લાઇસન્સ વિનાની 22 પેઢી મળી
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે માધાપર વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ઠંડાપીણા, મીઠાઇ, દૂધ, ડેરી પ્રોડક્ટસ, ખાદ્યતેલ વગેરેના કુલ 10 નમૂનાનું સ્થળ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું અને સ્થળ પર 22 પેઢીને ફૂડ લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...