તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવવધારો:સિંગતેલ કરતા સનફ્લાવર વધુ મોંઘું થયું, એક દી’માં રૂ.120નો ભાવવધારો

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સસ્તું તેલ મોંઘું બન્યું હોવા છતાં તંત્રનું મૌન
  • સિંગતેલમાં રૂ.10 અને કપાસિયામાં રૂ. 25નો ભાવવધારો

છેલ્લા કેટલાક દિવસથી ખાદ્યતેલમાં સતત તેજી જોવા મળી રહી છે. ગુરુવારે ભાવ વધારાએ અત્યાર સુધીની તમામ સપાટી કુદાવી નાખી છેે. ગુરુવારે સનફ્લાવર તેલમાં રૂ.120નો ભાવવધારો થયો હતો.એક જ દિવસમાં ભાવવધારો થતા સનફ્લાવર તેલ સિંગતેલ કરતા પણ મોંઘું બન્યું હતું. ગુરુવારે સિંગતેલમાં રૂ.10નો ભાવવધારો થયા બાદ સિંગતેલનો ડબ્બો રૂ.2520 નો થયો હતો. જ્યારે કપાસિયામાં રૂ.25નો ભાવવધારો થતા કપાસિયા તેલનો ડબ્બો રૂ. હવે રૂ. 2100 એ પહોંચવામાં માત્ર રૂ. 20નું જ છેટું રહ્યું હતું.

સૌથી વધુ ભાવવધારો સનફ્લાવર તેલમાં જોવા મળ્યો હતો. 15 લિટરે સનફ્લાવર તેલમાં રૂ.120નો ભાવવધારો જોવા મળ્યો હતો. આ ભાવવધારા માટે ઓઇલમિલરો એવું કારણ આપી રહ્યા છે કે, હાલ ફૂડ ઓઇલ યુક્રેનથી આવી રહ્યું છે. અને સનફ્લાવર તેલ માટે આપણે મલેશિયા અને ઈન્ડોનેશિયા પર આધારિત રહેવું પડે છે. હાલ શિપમેન્ટ આવતી નથી અને સ્થાનિક લેવલે જે સ્ટોક હતો તે ખાલી થઇ ગયો છે.જ્યારે સામે ડિમાન્ડ યથાવત્ છે. જેને કારણે આ ભાવવધારો જોવા મળી રહ્યો છે.આ ભાવવધારો અત્યાર સુધીનો સૌથી અસહ્ય સાબિત થયો છે. નવો માલ હવે એપ્રિલ માસમાં આવશે. નવો માલ આવ્યા બાદ ભાવ કાબૂમાં આવવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...