તાપમાન ઘટ્યું:રવિવાર છેલ્લા 15 દિવસનો સૌથી ઠંડો દિવસ રહ્યો

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટમાં હવે ધીરે ધીરે શિયાળાનો માહોલ જામી રહ્યો છે અને રવિવારે ઠંડીનો ચમકારો અનુભવાતા છેલ્લા 15 દિવસનો સૌથી ઠંડો દિવસ બન્યો હતો. રાજકોટમાં નવેમ્બર માસથી જ શિયાળાની શરૂઆત થઈ હતી પણ મહત્તમ તાપમાન હજુ પણ 36ની નજીક રહેતું હતું. એક વખત ન્યુનતમ તાપમાન 17 સુધી પહોંચ્યું હતું પણ ત્યારે મહત્તમ તાપમાન 36 કરતા વધુ રહેતા દિવસ દરમિયાન ઠંડી વધી ન હતી.

રવિવારે પ્રથમ વખત ન્યુનતમ તાપમાન 17.2 ડિગ્રી સેલ્શિયસ જ્યારે મહત્તમ તાપમાન પણ 35 ડિગ્રી કરતા ઓછું નોંધાયું હતું. વહેલી સવારે પારો 17 જ્યારે દિવસ દરમિયાન તેમજ સાંજના સમયે પારો 30ની નજીક જ રહેતા શહેરીજનોએ ગુલાબી ઠંડીનો અહેસાસ કર્યો હતો. હવામાનના નિષ્ણાતના જણાવ્યા અનુસાર ઉત્તરથી આવતા પવનો હવે ધીરે ધીરે મજબૂત બની રહ્યા છે તેમજ દેશના ઉત્તરના વિસ્તારોમાં હિમવર્ષાઓ થઈ રહી છે આ કારણે આગામી સપ્તાહ દરમિયાન પારો 17ની આસપાસ જશે, જ્યારે 13મી પછી સિઝનની પ્રથમ શીતલહેર આવશે.

અન્ય સમાચારો પણ છે...