વાવેતરનું આકર્ષણ:સૌરાષ્ટ્રમાં 3.57 લાખ હેક્ટરમાં ઉનાળુ વાવેતર, તલ-મગ પ્રત્યે જોક વધ્યો

રાજકોટ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • તલનું 1.01 લાખ, મગનું 50,900 હેક્ટરમાં વાવેતર, યાર્ડમાં પોષણક્ષમ ભાવ મળતાં ખેડૂતોમાં શાકભાજીના વાવેતરનું પણ આકર્ષણ વધ્યું

ઉનાળુ વાવેતરમાં આ સાલ ખેડૂતોમાં વધારે તલ, મગ અને શાકભાજી પ્રત્યે આકર્ષણ છે. ખેતીવાડી વિભાગની વિગતો મુજબ આ સાલ અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રમાં 3,57,000 હેક્ટરમાં અને રાજ્યસ્તરે 11,25,700 હેક્ટરમાં ઉનાળુ વાવેતર નોંધાયું છે જેમાં સૌથી વધુ તલનું રાજ્યસ્તરે 1,07,800 હેક્ટર અને મગનું 70,100 અને શાકભાજીનું 1,05,200 હેક્ટરમાં વાવેતર થયું છે.

પ્રવર્તમાન વર્ષે ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમા સારા ઉત્તમ પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોનું ગૌણ કૃષિપાક ગણાતા ગણાતા શાકભાજીના વાવેતરમાં આકર્ષણ વધ્યું છે. ખેતીવાડી શાખાના સૂત્રોએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 3,57,000 હેક્ટરમાં વાવેતર થયું છે તેમાં ડાંગરનું 300, બાજરીનું 25,300, મકાઇનું 700, મગનું 50,900, અડદનું 25,200, મગફળીનું 23,300, તલનું 1,01,500, ડુંગળીનું 10,400, શેરડીનું 1,200, શાકભાજીનું 22,500, ઘાસચારાનું 86,900, ગુવારગમનું 6,200 અને અન્યપાકોનું 2,600 હેક્ટરમાં વાવેતર નોંધાયું છે. સુરેન્દ્રનગરમાં કુલ 30,800, રાજકોટમાં કુલ 20,800, જામનગરમાં 18,700, પોરબંદરમાં 18,700, જૂનાગઢમાં 61,300, અમરેલીમાં 45,000, મોરબીમાં 17,800, ગીર સોમનાથમાં 53,000 અને દેવભૂમિ દ્વારકામાં 13,700 હેક્ટરમાં વાવેતર થયું છે.

રાજ્યસ્તરે થયેલું વાવેતર

પાકવાવેતર (હેક્ટરમાં)
ડાંગર73900
બાજરી2,81,000
મકાઇ5,400
મગ70,100
અડદ25,500
મગફળી60,800
તલ1,07,800
ડુંગળી11,200
શેરડી9,600
શાકભાજી1,05,200
ઘાસચારો3,57,300
ગુવારગમ8,000
અન્ય પાકો9,900
ઉનાળુ કુલ11,25,700
અન્ય સમાચારો પણ છે...