સેવા:રાજકોટ જિલ્લાના 12 હજાર મનરેગા શ્રમિકોને સુખડીનો પ્રસાદ અાપવામાં આવ્યો

રાજકોટ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રણછોડદાસજીબાપુ આશ્રમ રાજકોટ તરફથી રાજકોટ જિલ્લાના 12 હજાર મનરેગામાં કાર્યરત શ્રમિકને પૌષ્ટિક સુખડીના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લાના તમામ તાલુકા જેવા કે જસદણ, વીંછિયા, ઉપલેટા, જેતપુર, ગોંડલ, કોટડાસાંગાણી સહિતના નાના મોટા ગ્રામ્ય પંથકોમાં શ્રમિકોને સુખડી વિતરણ કરાઇ હતી. દરેક શ્રમિકોને 250 ગ્રામ સુખડી અપાઇ હતી. રાજકોટ જિલ્લા કચેરીના અધિક કલેક્ટર જે.કે.પટેલ, રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયા, ડી.ડી.પી.સી.નરેશભાઇ બોરીચાનો સહયોગ પ્રાપ્ત થયો હતો. કાર્યકરોમાં નિલેશભાઇ નિમાવત, શાંતિલાલ વાડોલિયા, અતુલભાઇ વસાણી, ગનીભાઇ વગેરેએ સેવા બજાવી હતી. ટ્રસ્ટી પ્રવીણભાઇ વસાણીએ જણાવ્યું હતુ કે મનરેગા કામોમાં જોડાયેલા તમામને સુખડી અપાવાનું કાર્ય હાલ પણ ચાલુ જ છે. 

અન્ય સમાચારો પણ છે...