અનંતની વાટ પકડી:પ્રેમલગ્ન કરનાર વકીલનો ફાંસો ખાઇ આપઘાત, ઘરકંકાસની શંકા

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતક યુવકની ફાઈલ તસવીર - Divya Bhaskar
મૃતક યુવકની ફાઈલ તસવીર
  • રાજકોટમાં યુવાન, પ્રૌઢ, મહિલા, પરિણીતાનો આપઘાત

શહેરમાં યુવાન, પ્રૌઢ, મહિલા, પરિણીતાએ જુદા જુદા કારણથી જિંદગી ટૂંકાવી છે. રૈયા ચોકડી પાસે શિવમપાર્ક-2માં રહેતા એડવોકેટ પલકભાઇ અનિલભાઇ ભટ્ટ નામના યુવાને શનિવારઘરે પંખામાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો.

ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતી પત્ની સાંજે ઘરે આવતા પતિને લટકતી હાલતમાં જોયા હતા, તુરંત પલકભાઇને નીચે ઉતારી ખાનગી હોસ્પિટલ બાદ સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે પલકભાઇનું મોત નીપજ્યાનું જાહેર કર્યું હતું. તપાસમાં વકીલાત કરતા પલકભાઇએ 5 વર્ષ પૂર્વે પ્રેમલગ્ન કર્યા હતા. તેઓ તેમના માતા-પિતાના એકના એક પુત્ર હતા. પલકભાઇના આપઘાત પાછળ ઘરકંકાસની શંકાએ પોલીસે તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં જયનગર મેઇન રોડ પર માવતરના જ મકાનમાં રહેતી શીતલ નાગરાજ નિમાવત નામની પરિણીતાએ ગઇકાલે ફાંસો ખાઇ લીધો હતો. તપાસમાં મૃતક શીતલ તેના માતા-પિતાના જ મકાનમાં રહેતી હતી. પતિ કામ માટે બહાર ગયા ત્યારે પાછળથી રૂમ બંધ કરી પગલું ભરી લીધું હતું.

ત્રીજા બનાવમાં બેડી ગામે રહેતી ગીતા મુળજીભાઇ પરમાર નામની મહિલાએ ગઇકાલે ઝેરી દવા પી લેતા હોસ્પિટલ ખસેડાઇ હતી. જ્યાં તેણીનું મોત નીપજ્યું હતું. જ્યારે હડમતિયા ગોલીડા ગામે રહેતા વિનુભાઇ રામજીભાઇ તડવી નામના પ્રૌઢે ગત તા.7ના રોજ વાડીમાં ઝેરી દવા પી લીધી હતી. જેનું ચાલુ સારવારમાં મોત નીપજ્યું છે.

અન્ય સમાચારો પણ છે...