આત્મહત્યા:મોરબીના ગણેશનગરમાં એસિડ પી યુવકનો આપઘાત

રાજકોટ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાડીએ વખ ઘોળી પ્રૌઢે જિંદગી ટૂંકાવી

મોરબીના ગણેશનગરમાં યુવકે એસિડ પી જિંદગી ટૂંકાવી લીધી હતી, તેમજ મોરબીન લક્ષ્મીનગરમાં વાડીએ વખ ઘોળી પ્રૌઢે આપઘાત કરી લીધો હતો. મોરબીના ગણેશનગરમાં વાવડી રોડ પર રહેતા સુરેશ લાભુભાઇ જીંજુવાડિયા (ઉ.વ.30)એ રવિવારે બપોરે પોતાના ઘર નજીક કોઇ અમગ્ય કારણોસર એસિડ પી લેતા તેને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. યુવકના આપઘાતનું કારણ જાણવા મોરબી તાલુકા પોલીસે વિશેષ તપાસ શરૂ કરી હતી. સુરેશના આપઘાતથી જીંજુવાડિયા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

અન્ય એક બનાવમાં મોરબીના લક્ષ્મીનગરમાં આવેલી નરેશભાઇ પટેલની વાડીમાં રહેતા અને ત્યાં કામ કરતાં બલરામ ફુલસીંગ કોળી (ઉ.વ.55)એ શનિવારે કોઇ અગમ્ય કારણોસર વાડીએ ઝેરી દવા પી લેતા તેને રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ રવિવારે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. પ્રૌઢના આપઘાતનું કારણ જાણવા પોલીસે વિશેષ તપાસ શરૂ કરી હતી. તેમજ મોરબીના જાંબુડિયા ગામના પાટિયા નજીકથી શનિવારે રાત્રે 70 વર્ષની વયના વૃદ્ધ ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતા તેમને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેમનું મૃત્યુ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...