તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:સોનાના બૂટિયાને બદલે પિતાએ નાકની વાળી લઇ દેતા ફાંસો ખાઇ યુવતીનો આપઘાત

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

રેલનગરમાં પાણીના ટાંકા પાસે રહેતી અંજના મુકેશભાઇ સંચાણિયા (ઉ.વ.21)એ સોમવારે સાંજે પોતાના ઘરે પોતાના રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લીધો હતો, પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, અંજના એક ભાઇની એકની એક બહેન હતી અને તેના પિતા કડિયાકામ કરે છે. અંજનાને કાનના સોનાના બૂટિયા લેવા હતા અને તેણે આ અંગે તેના પિતા મુકેશભાઇને કહ્યું હતું પરંતુ હાલની સ્થિતિને કારણે પિતાએ બૂટિયાને બદલે નાકની વાળી લઇ દીધી હતી અને થોડા દિવસો બાદ બૂટિયા લઇ દેશે તેમ કહ્યું હતું. પિતાએ સોનાના બૂટિયા નહીં લઇ દેતા તે બાબત અંજનાને લાગી આવી હતી, અને સોમવારે સાંજે પિતા તથા ભાઇ કામના સ્થળે હતા અને માતા ઘરમાં નીચેના રૂમમાં હતા ત્યારે યુવતીએ અંતિમ પગલું ભરી લીધું હતું.

અન્ય સમાચારો પણ છે...