તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:મૈત્રીકરાર કરી ભાગ્યા બાદ પ્રેમિકા પરત જતી રહેતા યુવકનો આપઘાત

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સુરેન્દ્રનગરના યુવકે દવા પી લીધી’તી, રાજકોટમાં દમ તોડ્યો
  • યુવકને પરિણીતા સાથે પ્રેમ થયો’તો, પ્રેમિકાએ તરછોડતા માઠું લાગ્યું

સુરેન્દ્રનગરમાં ધોળીધજા ડેમ પાસે રહેતા જિગ્નેશ ઉર્ફે દશરથ પાંચાભાઇ રોજાસરા (ઉ.વ.25)એ સોમવારે બપોરે સુરેન્દ્રનગરમાં સી.યુ.શાહ સોસાયટીમાં ઝેરી દવા પી લેતા તેને સુરેન્દ્રનગર બાદ રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જિગ્નેશના પરિવારજનોએ પોલીસ સમક્ષ કહ્યું હતું કે, 3 ભાઇમાં નાનો જિગ્નેશ કુંવારો હતો અને ચશ્માંની દુકાનમાં નોકરી કરતો હતો.

જિગ્નેશને એક પરિણીત મહિલા સાથે પરિચય થયા બાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. પ્રેમમાં પાગલ જિગ્નેશ અને પરિણીત મહિલાએ મૈત્રીકરાર કર્યા હતા અને બંને ઘર છોડીને સાથે ભાગી ગયા હતા. જોકે ભાગ્યાના બીજા જ દિવસે તે પરિણીત મહિલા પરત પોતાના ઘરે જતી રહેતા જિગ્નેશને માઠું લાગ્યું હતું અને તેણે ઝેરી દવા પી લીધી હતી. બનાવ અંગે સુરેન્દ્રનગર પોલીસે કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...