તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મહત્યા:લોકડાઉન બાદ પરિવારને મદદરૂપ નહીં થઇ શકતા યુવાનનો આપઘાત

રાજકોટ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આપઘાતના ચાર બનાવ: પ્રૌઢા, પ્રૌઢ, બે યુવાને જિંદગી ટૂંકાવી

લોકડાઉન બાદ બેકાર થઇ ગયેલો યુવાન પરિવારને આર્થિક મદદરૂપ નહીં થઇ શકતા આપઘાત કરી લીધો છે. શહેરમાં આપઘાતનાં અન્ય ચાર બનાવમાં પ્રૌઢા, પ્રૌઢ અને બે યુવાને જિંદગી ટૂંકાવી લીધી છે. મુંજકાના ભાનુનગરમાં રહેતા વિશાલ મહેન્દ્રભાઇ વાઘેલા નામના યુવાને બુધવારે રાતે તેના ઘરે ગળાફાંસો ખાઇ લીધો હતો. વિશાલે ગળાફાંસો ખાઇ લીધાની ખબર પડતા તુરંત નીચે ઉતારી બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે વિશાલનું મોત નીપજ્યાનું જાહેર કર્યું હતું. પરિવારજનોની પૂછપરછમાં વિશાલ ચાર બહેનનો એકનો એક ભાઇ હતો. લોકડાઉનને કારણે નોકરી છૂટી ગયા બાદ બેકાર બની ગયો હતો. છેલ્લા ત્રણ મહિનાથી કામ મળતું ન હોય પોતે પરિવારને આર્થિક મદદરૂપ થઇ શકતો ન હોવાની વાત કરતો હતો. અંતે કંટાળીને વિશાલે પગલું ભરી લીધાનું જણાવ્યું છે.

આપઘાતના અન્ય બનાવમાં ગોકુલધામ પાસે મધુરમ સોસાયટી-3માં રહેતા રીનાબેન ભૂપેન્દ્રભાઇ મકવાણા નામના પ્રૌઢાએ માનસિક બીમારીથી કંટાળી પંખામાં ચૂંદડી બાંધી ફાંસો ખાધો હતો. કોઠારિયા સોલવન્ટ પાસે રહેતા પરેશ પારગી નામના યુવાને માનસિક બીમારીથી કંટાળી ફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. નવાગામ રામજી મંદિર પાસે રહેતા મુકેશભાઇ ગોપાલભાઇ રાઠોડ નામના આધેડે ગુરુવારે તેમની દુકાનમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. જ્યારે મનહરપરા-1માં લાલજી મગનભાઇ સરવૈયા નામના યુવાને ઘરે ફાંસો ખાઇ આપઘાત કરી લેતા થોરાળા પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો