તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:પિતાના મૃત્યુના આઘાતમાં ફાંસો ખાઇ યુવકનો આપઘાત

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રણુજા મંદિર પાછળની સોમનાથ સોસાયટીનો કિસ્સો

શહેરની ભાગોળે સોમનાથ સોસાયટીના યુવકે ફાંસો ખાઇ જીવનનો અંત આણી લીધો હતો. એક મહિના પૂર્વે તેના પિતાનું મૃત્યુ થયું હતું, પિતાના મૃત્યુના આઘાતમાં યુવકે અંતિમ પગલું ભરી લીધું હતું. રણુજા મંદિર પાછળની સોમનાથ સોસાયટીમાં રહેતા અજય મુકેશભાઇ સોલંકી (ઉ.વ.24)એ પોતાના ઘરે છતના હૂકમાં દોરી બાંધી ફાંસો ખાઇ લીધો હતો. યુવકના આપઘાતની જાણ થતાં આજી ડેમ પોલીસ સ્ટેશનના એએસઆઇ એમ.બી.જાડેજા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, અજય બે ભાઇમાં નાનો હતો અને મજૂરીકામ કરતો હતો, તેના પિતાનું એક મહિના પહેલા મૃત્યુ થયું હતું.

પિતાના મૃત્યુના આઘાતમાં તે ગુમસુમ રહેતો હતો, અને અંતે પિતાના વિરહમાં આપઘાત કરી લીધો હતો. બપોરે અજયનો ભાઇ જમવા આવ્યો ત્યારે રૂમનું બારણું ખટખટાવ્યું હતું, પરંતુ અંદરથી કોઇ પ્રતિસાદ નહીં મળતા કંઇક અજુગતું થયાની શંકાએ બારણું તોડતાં જ અજયનો લટકતો દેહ જોવા મળ્યો હતો. યુવાન પુત્રના આપઘાતથી સોલંકી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી. અન્ય એક કિસ્સામાં યુવકની બીનવારસી હાલતમાં લાશ મળી આવી છે. જેમાં કાલાવડ રોડ પર મટુકી રેસ્ટોરન્ટ નજીક પાનની દુકાનના ઓટલા પર યુવકની લાશ પડી હોવાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ દોડી ગઇ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, મૃતક આશરે 35 વર્ષની વયનો છે, મૃતકના જમણા હાથમાં અંગ્રેજીમાં ‘જી’ ત્રોફાવેલું છે, પોલીસે મૃતકની ઓળખ મેળવવાની તજવીજ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...