તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:જમવા મુદ્દે માતાએ ઠપકો દેતા યુવાનનો આપઘાત

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરના મોટામવા વિસ્તારમાં આવેલા સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક બુધવારે બપોરે એક યુવાન ઝેરી દવા પીધેલી હાલતમાં મળ આવતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. બનાવ સ્થળેથી પોલીસને યુવાનનું બાઇક પણ મળ્યું હોય તે કબજે કર્યું હતું. બાઇક નંબરના આધારે યુવાનની ઓળખ મેળવતા તે જસદણના બોઘરાવદરનો લલિત વસંત સાડમિયા હોવાનું જાણવા મળતા તેના પરિવારજનોને જાણ કરી હતી.

હોસ્પિટલ દોડી આવેલા પરિવારજનોની પૂછપરછ કરતા ગઇકાલે લલિતને જમવાના મુદ્દે માતાએ ઠપકો દેતા લાગી આવ્યું હતું અને તે બાઇક લઇને નીકળી ગયો હોવાનું જણાવ્યું હતું. દરમિયાન સારવાર લઇ રહેલા લલિતે દમ તોડતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી છે. લલિત બે ભાઇ, બે બહેનમાં વચેટ હોવાનું અને મજૂરીકામ કરતો હોવાનું જાણવા મળ્યું છે.

દારૂના અન્ય એક બનાવમાં નવા થોરાળા, અવધપાર્ક-4માં રહેતા વિજય ઉર્ફે લીંબુ ગોવિંદ વઘેરાના ઘરમાંથી દારૂ-બિયરનો જથ્થો મળ્યો હતો. જોકે વિજય ઉર્ફે લીંબુ દરોડા સમયે હાથ લાગ્યો ન હતો. ભાવનગર રોડ પરથી ધર્મેશ લલિત જીંજુવાડિયાને 7 બોટલ સાથે, યુનિવર્સિટી રોડ પરથી હિતેશ પરેશ મહેતાને 3 બોટલ સાથે પોલીસે પકડી પાડી કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...