તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:રેલવે સ્ટેશનના હોર્ડિંગ પર લટકી યુવાનનો આપઘાત

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૃતક યુવાન મૂળ ઉત્તરપ્રદેશનો, મજૂરી કામ નહીં મળતા રાજકોટ આવ્યો હતો

રાજકોટ રેલવે સ્ટેશનના પ્રવેશ દ્વાર પર લગાડવામાં આવેલા હોર્ડિંગ પર શાલથી ફાંસો ખાધેલી હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. બનાવની જાણ થતા રેલવે પોલીસ તુરંત દોડી ગઇ હતી અને ફાયરબ્રિગેડની મદદથી હોર્ડિંગ વચ્ચે લટકતા મૃતદેહને નીચે ઉતાર્યો હતો. મૃતદેહ નીચે ઉતાર્યા બાદ રેલવે પોલીસના એએસઆઇ એચ.પી.ગોહિલે તપાસ કરતા મૃતકના ખિસ્સામાંથી આધારકાર્ડ, બેંક પાસબુક મળી આવી હતી. જેની ચકાસણી કરતા મૃતક યુવાન ઉત્તરપ્રદેશનો 27 વર્ષીય ભાગી રામશરણભાઇ પાસવાન હોવાનું જાણવા મળ્યું હતું.

મળી આવેલા દસ્તાવેજના આધારે પોલીસે તેના પરિવારનો સંપર્ક કર્યો હતો અને તેમને સોશિયલ મીડિયા મારફતે મોકલેલા ફોટા ભાગીના જ હોવાનું મૃતકના ભાઇએ ઓળખી બતાવ્યું હતું. ટેલિફોનિક વાતચીતમાં મૃતક યુવાન અગાઉ રાજસ્થાન, સુરત મજૂરીકામ કરતો હતો. પરંતુ કામ નહિ મળતા તે રાજકોટ આવ્યો હશેનું મૃતકના ભાઇએ જણાવ્યું હતું. આર્થિક ભીંસથી પગલું ભર્યું હોવાની મૃતકના ભાઇએ શંકા વ્યક્ત કરી છે. મૃતકના પરિવારજનો રાજકોટ આવ્યા બાદ આપઘાતનું સાચું કારણ જાણવા મળશે તેમ તપાસનીશ અધિકારીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...