તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મહત્યા:આર્થિક ભીંસ, ઘરકંકાસથી કંટાળી યુવાનનો આપઘાત

રાજકોટ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • માતા-પિતાના ઝઘડાથી તરુણીનો આપઘાતનો પ્રયાસ

શહેરમાં આપઘાતનો વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. ઉધમસિંહ ટાઉનશિપ એ વિંગમાં રહેતા પ્રદીપભાઇ ધનસુખભાઇ પંચાલ નામના યુવાને શનિવારે બપોરે તેના ઘરે પંખામાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. બનાવની પરિવારને જાણ થતા તુરંત બેભાન હાલતમાં નીચે ઉતારી 108ને જાણ કરી હતી. 108 ટીમની તપાસ બાદ પ્રદીપભાઇનું મોત નીપજ્યાનું જાહેર કર્યું હતું. આપઘાતના બનાવની જાણ થતાં બી ડિવિઝન પોલીસમથકના હેડ કોન્સ. વી.કે.સોલંકી સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસ તપાસમાં પ્રદીપભાઇ મૂળ કડી પંથકના હતા.

પત્ની, ત્રણ સંતાન સાથે અહીં રહી મિસ્ત્રીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા, પરંતુ લોકડાઉનને કારણે કામધંધા સરખા નહીં ચાલતા પ્રદીપભાઇ આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા હતા. આર્થિક સંકડામણને કારણે ઘરકંકાસ શરૂ થયા હતા. જે ઘરકંકાસથી કંટાળીને પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે.

બનાવથી ત્રણ સંતાને પિતાની છત્રછાયા ગુમાવી છે.આપઘાતના પ્રયાસના એક બનાવમાં ચુનારાવાડ વિસ્તારમાં રહેતી પ્રિયા ગાંડુભાઇ કુમારખાણિયા નામની 15 વર્ષની તરુણીએ તેના ઘરે ગળાફાંસો ખાઇ લીધો હતો. પુત્રીએ ફાંસો ખાઇ લીધાની ખબર પડતા તુરંત નીચે ઉતારી સારવારમાં ખસેડાઇ હતી. પોલીસ તપાસમાં માતા-પિતા વચ્ચે સામાન્ય બાબતે ઝઘડો થતા લાગી આવ્યા બાદ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે. પોલીસે જરૂરી કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો