તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:3 ભાઇ-બહેન વચ્ચે 1 મોબાઇલમાં ઓનલાઈન અભ્યાસમાં મુશ્કેલી પડતા તરુણીનો આપઘાત

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂના માર્કેટ યાર્ડ પાછળ માલધારી સોસાયટીમાં એક મહિના પૂર્વે બનેલો બનાવ

શહેરની માલધારી સોસાયટી-3માં રહેતી અને ખાનગી શાળામાં ધો.11માં અભ્યાસ કરતી પ્રિયા ગોરધનભાઇ દેગામા નામની 16 વર્ષીય તરુણીએ ગત તા.15-2ના રોજ સાંજે તેના ઘરે ઝેરી દવા પી લીધી હતી. ઝેરી દવા પી લીધા બાદ એક મહિના સુધી સારવાર ચાલી હતી પરંતુ તેનું સારવારમાં મોત થયું હતું. પ્રિયાના પિતા ગોરધનભાઇએ પોલીસને જણાવ્યું કે, તેમને સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે.

ત્રણેય સંતાનો એક જ મોબાઇલમાં ઓનલાઇન અભ્યાસ કરતા હતા. પ્રિયા સૌથી મોટી હોવાને કારણે પહેલા નાના ભાઇ-બહેનને ઓનલાઇન અભ્યાસ કરવા મોબાઇલ આપતી હતી. ત્યાર બાદ તે ઓનલાઇન અભ્યાસ કરતી હતી. જેથી અભ્યાસમાં મુશ્કેલીઓ પડતી હોય કંટાળીને પ્રિયાએ પગલું ભરી લીધું છે.

અન્ય સમાચારો પણ છે...