તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:માતા-પિતા લગ્નમાં જતા બીમાર યુવતીનો ગળાફાંસો ખાઇ આપઘાત

રાજકોટ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અન્ય એક બનાવમાં મોટા બાપુ અને પિતરાઇ ભાઇઓ વચ્ચે જમીન મુદ્દે માથાકૂટ થતા યુવતીએ જિંદગી ટૂંકાવ્યાનો આક્ષેપ

શહેરમાં રોજિંદા બની ગયેલા આપઘાતના વધુ બે બનાવ મવડી વિસ્તારમાં બન્યાનું પ્રકાશમાં આવ્યું છે. જેમાં શ્રીનાથજી સોસાયટીમાં રહેતી બીમાર યુવતીએ ગળાફાંસો ખાઇ અને પંચશીલ સોસાયટીની યુવતીએ ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી લીધી છે.

પ્રથમ બનાવ મવડી પ્લોટ શ્રીનાથજી સોસાયટી-10માં રહેતી ટ્વિંકલ રાજુભાઇ થોરિયા નામની યુવતીએ ગઇકાલે ગળાફાંસો ખાઇ લીધો હતો. બનાવની જાણ થતા માલવિયાનગર પોલીસ મથકના પીએસઆઇ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયા હતા. પુત્રીના આપઘાતના સમાચાર મળતા પરિવારજનો પણ દોડી આવ્યા હતા. મૃતક યુવતીના પિતા રાજુભાઇની પૂછપરછમાં બહાર આવેલી વિગત મુજબ, તે વાની બીમારીથી પીડાતી હોય શારીરિક રીતે અશક્ત રહેતી હતી. દરમિયાન ભાઇની દીકરીના લગ્ન હોય આજે સવારે પાડોશીઓને ટવિંકલનું ધ્યાન રાખવાનું કહી પત્ની, પુત્ર સાથે લગ્નમાં ગયા હતા. પાછળથી ટવિંકલે બીમારીથી કંટાળીને પગલું ભરી લીધાનું જણાવ્યું છે.

બીજો બનાવ મવડી ગામમાં આવેલી પંચશીલનગર-8માં બન્યો હતો. અહીં રહેતી અંજલી પ્રવીણભાઇ સાગઠિયા નામની યુવતીએ ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ હતી. જ્યાં સારવારમાં દમ તોડયો હતો. પોલીસ તપાસમાં અંજલીના ભાઇ કરણે પોલીસ સમક્ષ આક્ષેપ કરતા કહ્યું કે, તેમને બાજુમાં રહેતા મોટાબાપુ જેન્તીભાઇ સાથે જમીન મુદ્દે વિવાદ ચાલતો હોય મોટાબાપુ અને પિતરાઇ ભાઇ અવારનવાર માથાકૂટ કરતા રહેતા હતા. જેના પગલે યુવતીએ આપઘાત કર્યો હોવાનું જણાવ્યું હતુ. પોલીસે આક્ષેપના પગલે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો