તપાસ:સંતાનોને લઈ પત્ની રિસામણે જતા મોબાઇલના ધંધાર્થીનો આપઘાત

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પુત્રવધૂ સામે મૃતકના પરિવારજનોનો આક્ષેપ

જંગલેશ્વર, ગાંધી સોસાયટી-4માં રહેતા મનસુખ દાઉદભાઇ સુમરા નામના યુવાને ગત મોડીરાતે તેના ઘરે ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યા ચાલુ સારવાર દરમિયાન મનસુખભાઇએ દમ તોડ્યો હતો. બનાવની જાણ થતા ભક્તિનગર પોલીસ મથકના એએસઆઇ એન.જી.ભદ્રેચા સહિતનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયા હતા. મૃતક જંગલેશ્વર વિસ્તારમાં જ મોબાઇલની દુકાન ધરાવતા હતા. પરિવારજનોએ આક્ષેપ કરતા કહ્યું કે, મનસુખની પત્નીને અન્ય યુવાન સાથે પ્રેમસબંધ હોય ઝઘડાઓ થતા રહેતા હતા.

જેને કારણે ચાર દિવસ પહેલા મનસુખની પત્ની ત્રણેય સંતાનોને લઇ રિસામણે જતી રહી હોવાથી મનસુખે અંતિમ પગલું ભરી લીધું છે. મૃતકના પરિવારજનોના આક્ષેપથી ભક્તિનગર પોલીસે તપાસ હાથ ધરી છે. અન્ય એક બનાવમાં પોપટપરા સેન્ટ્રલ જેલ સામે મફતિયાપરામાં રહેતી મંજુ હિરા વઠિયાર નામની પરિણીતાએ તેના ઘરે ગત મોડીરાતે ચુંદડીથી ગળાફાંસો ખાઇ લીધો હતો. બનાવની પરિવારને ખબર પડતા તેને નીચે ઉતારી બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ હતી. જ્યા મંજુબેનનું સારવાર દરમિયાન મોત થયુ હતું.

અન્ય સમાચારો પણ છે...