તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુખદ:જુગારમાં નાણાં ગુમાવતા અનમોલ પાર્કના યુવાનનો આપઘાતનો પ્રયાસ

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજીડેમ પાસેના અનમોલપાર્કમાં રહેતા ઉમેશભાઇ મોહનભાઇ ચૌહાણે પોતાના ઘરે ફાંસો ખાઇ લીધો હતો, ઉમેશભાઇએ ફાંસો ખાધો ત્યારે પરિવારજનોની નજર પડતા તેમને નીચે ઉતારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે, રિક્ષા ચાલક ઉમેશભાઇ કોઇ સ્થળે જુગાર રમવા ગયા હતા અને ત્યાં કેટલીક રકમ હારી જતાં તેમણે આપઘાતનો પ્રયાસ કર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું, જોકે ઉમેશભાઇના ભાનમાં આવ્યા બાદ જ તે ક્યાં જુગાર રમવા ગયા હતા? કેટલી રકમ હાર્યા સહિતની વિગતો બહાર આવશે.

અન્ય સમાચારો પણ છે...