તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાવેતર:ગોંડલના વાસાવડ ગામે શક્કરટેટીનું 75 વીઘામાં વાવેતર, ખેડૂતે મબલખ કમાણી કરી

મોટાદડવાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગુજરાતમાં શક્કરટેટી, તરબૂચની ખેતી અંદાજે 7000 હેક્ટરમાં

જસદણ તાલુકાના સાણથલીથી આગળ ગોંડલના વાસાવડ ગામે 75 વીઘામાં સક્કરટેટીનું વાવેતર કરાયું છે. માહિતિ આપતા ભરતભાઈ બોરડે જણાવ્યુ હતુ કે ગુજરાતમાં સક્કરટેટી અને તરબુચની ખેતી અંદાજે 7000 હેક્ટરમાં કરવામાં આવે છે. જેમાં બનાસકાંઠામાં 5000 હેક્ટર, સાબરકાંઠામાં 1000 હેક્ટર, સૌરાષ્ટ્રના જામનગર વિસ્તારમાં 1000 હેકટર થાય છે. પ્રતિ હેક્ટર દીઠ 35 થી 40 ટન શક્કરટેટી અને તરબુચનુ ઉત્પાદન થાય છે. હેકટર દીઠ વાવેતર ખર્ચ આશરે દોઢ લાખ રૂપિયા થાય છે. 10 વર્ષ પહેલા ફક્ત 100 હેક્ટરમાં બનાસકાંઠા વિસ્તારમાં ખેતીની શરૂઆત થઇ હતી.

ઉનાળુ પાક ગણાતી બાગાયતી ખેતીમાં ગરમ વાતાવરણ જળવાય રહે તો મબલખ પાક ઉતરતો હોય છે. ડીસા વિસ્તારનુ પાણી અને હવામાન ખેતી માટે સારૂ હોવાથી અન્ય રાજ્યની સરખામણીએ અહી ઉતમ ગુણવતાવાળી અને સ્વાદિષ્ટ શક્કરટેટી થાય છે, જેના કારણે તેનો ભાવ સારો મળી રહે છે. આ વિસ્તારમાં હવામાન સારૂ હોવાથી જંતુનાશક દવાનો ઓછો ઉપયોગ કરવામાં આવે છે. આ પાક રાજ્યના સીમાડા વટાવીને મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, જમ્મુ કશ્મીર સુધી ટ્રકો દ્વારા પહોંચે છે.

સિઝન દરમિયાન રોજના 200 ટ્રક શક્કરટેટી, તરબુચના રાજ્યની બહાર જાય છે. સૌથી મહત્વની વાતએ છે કે સૌથી વધુ ટ્રક જમ્મુ કાશ્મીરમાં જાય છે. શક્કરટેટીની 80 ટકા ખેતી નદીના પટમાં કરવામાં આવે છે. ઊંડી ગોરાડું, મધ્ય્મ કાળી, ફળદ્રુપ, સારા નિતારવાળી જમીન હોય તો તેમાં આ પાક સારી રીતે લઈ શકાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો