ભ્રષ્ટાચારની પોલ ખુલી:ગોંડલમાં ACBની સફળ ટ્રેપ, તાલુકા સેવાસદનમાં ગામના નમૂનાના હક્ક પત્ર આપવા રૂ.1800ની લાંચ માંગતા રેવન્યુ તલાટી ઝડપાયો

ગોંડલ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ACB દ્વારા છકટુ ગોઠવવામાં આવતા રેવન્યુ તલાટી લાંચ લેતા રંગે હાથે ઝડપાયો

ગોંડલમાં આજે એન્ટી કરપ્શન બ્યુરોએ તાલુકા સેવાસદન ખાતે રેવન્યુ તલાટી મનીલ શૈલેષભાઇ ચાવડાની રૂ.1800ની લાંચ લેતા ધરપકડ કરી છે. જ્યાં ACB દ્વારા છકટુ ગોઠવવામાં આવતા રેવન્યુ તલાટી લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ જતાં કાર્યવાહી થવા પામી હતી.

મનીલે નમૂનાના હક્ક પત્ર આપવા લાંચ માંગી
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મામલતદાર કચેરીની ઓફિસોમાં લાંચ માંગવામાં આવતી હોવાની બૂમ છાશવારે ઉઠતી હોય છે ત્યારે આજે રેવન્યુ તલાટી મનીલ શૈલેષભાઇ ચાવડા દ્વારા ચાર નોંધ કરી હતી. જે બાદ અરજદારને ગામના નમૂના નંબર 2 હક્ક પત્રકે નોંધ પડાવવાના અર્થે રૂ.1800ની લાંચ માંગી હતી. જેથી અરજદારે ACBમાં ફતિયાદ દાખલ કરી હતી. જેના આધારે એસીબી પીઆઈ મયુરધ્વજસિંહ સરવૈયા તેમજ મદદનીશ નિયામક એ.સી.બી એ પી જાડેજા દ્વારા છકટુ ગોઠવવામાં આવતા રેવન્યુ તલાટી વર્ગ-3ના મનીલ શૈલેષભાઈ ચાવડા રૂ.1800 રંગેહાથ ઝડપાઇ ગયો હતો.

સરકારી બાબુને સસપેન્ડ કરાયા
સૌરાષ્ટ્રમાં એસીબીનાં છટકામાં છેલ્લા સાડા છ વર્ષમાં 210 અધિકારી અને કર્મચારી ઝડપાયા છે. જેમા એક વિગત મુજબ ગૃહવિભાગનાં જ 63 કેસ હોવાનું માનવામાં આવે છે. દારૂ પીધેલા હોય તો છોડી મુકવાના, ઝડપાયેલા આરોપીને માર ન મારવા વગેરે સહિતના કેસમા એક ચોક્કસ ભાવ જાણે પોલીસે બાંધી લીધા હોય તેવું લાગે છે અને લાંચ માંગવાનાં અનેક કિસ્સાઓ બહાર આવી ચુક્યાં છે. આવા કેસમાં સરકારી બાબુને સસપેન્ડ કરવા સુધીનાં પગલા પણ ભરવામાં આવતા હોય છે.

રાજકોટ જિલ્લામાં લાંચ માંગ્યાના ચર્ચાસ્પદ કેસ

  • જુલાઇ 2019ના રોજ ઇન્કમટેક્ષ ઓફિસર જ લાંચમાં ઝપટે ચડ્યા હતાં. રેસકોર્સ રીંગરોડ પર આવેલી ઇન્કમટેક્ષ ઓફિસમાં ફરજ બજાવતા નરસી પાલજી સોલંકી એ નોટિસ અને કોઇ ક્વેરી નહીં કાઢવા અરજદાર પાસે 30 હજારની લાંચ માંગી રંગે હાથ ઝડપાઇ ગયા હતાં.
  • ગત વર્ષોમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ રાજકોટનાં તત્કાલીન એસ્ટેટ મેનેજર નિધીબેન કુબડીયાએ તો 1 કરોડ 50 લાખની લાંચ માંગી હતી. જેમાં પ્રથમ હપ્તાનાં 20 લાખ લેવા તેના પતિ હિતેષભાઇ એસીબીનાં હાથે ચડી ગયા હતાં.
  • ભૂતકાળમાં રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી અશોકકુમાર અને નિવૃત એજ્યુકેશન ઇન્સપેક્ટર 25 હજારની લાંચમાં ઝપડે ચડી ચુક્યા હતાં.
  • કોન્ટ્રાક્ટર તેના બિલ સમયસર આપવા કોઇ ક્વેરી નહી કાઢ્યા વગર પાસ કરી દેવા રેલવેનાં વર્ગ 1નાં બે અધિકારી સવા લાખની લાંચ લેતા પકડાયા હતાં, જેમાંથી એક અધિકારીનાં ઘરમાંથી તો 10 લાખ રોકડની અપ્રમાણસર મિલકતની અલગથી કાર્યવાહી થઇ હતી.

( ગોંડલ, હિમાંશુ પુરોહિત અને દેવાંગ ભોજાણી )