એજ્યુકેશન:સેનેટની મતદાર નોંધણી ઓફલાઈન કરવા રજૂઆત

રાજકોટ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓને અનેક સમસ્યા થતી હોવાથી યૂથ કોંગ્રેસે કુલપતિને આપ્યું આવેદનપત્ર

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આગામી સેનેટની ચૂંટણી માટેની મતદાર નોંધણી ઓફલાઈન રાખવા માટે યૂથ કોંગ્રેસ દ્વારા કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં જણાવાયું છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટની મતદાર નોંધણી ઓનલાઈન રાખવાથી વિદ્યાર્થીઓને ટેક્નિકલ ઓનલાઈન નોંધણી કરતા અનેક પ્રશ્નો અનુભવાય છે કારણ કે, બધા વિદ્યાર્થીઓ ઓનલાઈન કરી ન શકે અને ઓનલાઈન નોંધણીની અંદર સોફ્ટવેર દ્વારા ગેરરીતિ પણ આચરી શકાય છે.

ઓનલાઈન મતદાર યાદીની નોંધણીથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટની ચૂંટણી ઉચ્ચ અધિકારીઓ અને મળતિયાઓ દ્વારા હાઈજેક પણ કરી શકાય અને નવા કોઈ વિદ્યાર્થીઓ આ ચૂંટણી ન લડી શકે એના માટેનો મોટું ષડ્યંત્ર હોય એવું સાબિત થાય છે. તેથી ઓફલાઈન મતદાર નોંધણીને મંજૂરી આપવા રજૂઆત કરી હતી. સેનેટની ચૂંટણીમાં અનેક ગોટાળાં પણ થતા હોય છે. આવા સમયે વિદ્યાર્થીઓને ન્યાય મળે તે માટે મતદાર નોંધણી ઓફલાઇન કરવા માટે માગ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...