માંગ:રાજકોટમાં શાળા સંચાલક મંડળની રાજ્ય સરકારને રજૂઆત- ધો. 9થી 12ના વર્ગો ચાલુ કરી સ્કૂલો પણ હવે અનલોક કરો

રાજકોટ5 મહિનો પહેલા
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ જતીન ભરાડ
  • પ્રત્યક્ષ શિક્ષણ શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંને માટે હિતાવહ

ગુજરાત જ્યારે હવે અનલોક થઈ રહ્યું છે. નાની-મોટી દુકાનો, હોટેલ-રેસ્ટોરન્ટ, લારી-ગલ્લા એમ મોટાભાગના લોકોને છૂટછાટ મળી ગઈ છે. ત્યારે આગામી સમયમાં હવે શાળાઓ પણ શરૂ થાય તેવી શક્યતા સેવાય રહી છે. આ અંગે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ જતીન ભરાડ દ્વારા સરકારને ધોરણ 9થી 12ના વર્ગો ચાલુ કરવા અંગે રજૂઆત કરવામાં આવી છે.

વિદ્યાર્થીઓ પણ ઓનલાઇન શિક્ષણથી કંટાળી ગયા
આ રજૂઆતમાં જતીન ભરાડે જણાવ્યું હતું કે, ગત વર્ષે જ્યારે 650થી 700 કેસ હતા. ત્યારે સ્કૂલો શરૂ કરવામાં આવી હતી. હવે જ્યારે 300થી 400 કેસ નોંધાય છે. ત્યારે હવે સ્કૂલ શરૂ કરી દેવી જોઈએ. હવે વાલીઓ અને વિદ્યાર્થીઓ પણ ઓનલાઇન શિક્ષણથી કંટાળી ગયા છે. હાલ દરેક ક્ષેત્રમાં બધું અનલોક થઈ રહ્યું છે. તો શિક્ષણ કેમ નહીં. માટે અમારી શિક્ષણમંત્રી અને સરકારને માંગ છે કે શાળા શરુ કરવામાં આવે. છેલ્લા 16 મહિનાથી શિક્ષકો ઓનલાઇન શિક્ષણ આપી રહ્યા છે. અને હવે શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ થાક્યા છે.

હવે શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ થાક્યા છે
હવે શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ થાક્યા છે

પ્રત્યક્ષ શિક્ષણ શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંને માટે હિતાવહ
વધુમાં જતીન ભરાડે જણાવ્યું હતું કે, હાલ જ્યારે કોરોનાના ઓછા કેસ આવી રહ્યા છે તો શાળાઓ પણ ખુલવી જોઈએ તેવી માગ ઉઠવા પામી છે. ઓનલાઇન શિક્ષણને લઈને વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે જો હવે પ્રત્યક્ષ શિક્ષણકાર્ય શરૂ થાય તો શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંને માટે હિતાવહ છે. હાલ 26 જૂન બાદ જે નવું જાહેરનામું બહાર પડશે એમાં અમારી એવી ઈચ્છા છે કે શાળાઓ પણ શરુ કરવામાં આવે.

પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

પરિણામ બનાવવા માટે 12 સભ્યની એક કમિટી બનશે
વધુમાં તેમણે પરિણામ અંગે જણાવ્યું હતું કે, કોરોનાની બીજી ઘાતક લહેરને કારણે ધો.10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. તેવી જ રીતે તાજેતરમાં ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12ની પરીક્ષા પણ રદ કરવામાં આવી છે. ધોરણા 10ના વિદ્યાર્થીઓના પરિણામ બનાવવા માટે 12 સભ્યની એક કમિટી બનાવવામાં આવી છે. તેમજ ફોર્મ્યુલા બનાવી તેના આધારે ધો.10ના વિદ્યાર્થીઓના પરિણામ તૈયાર કરવામાં આવશે