તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શોક:રાજકોટમાં કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ચાલુ ફરજે હાર્ટએટેક આવતા આસિ. સબ ઈન્સ્પેક્ટરનું મોત નીપજ્યું

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
મહશેભાઇ ફકીરાભાઇ મુલિયાણાની ફાઈલ તસવીર - Divya Bhaskar
મહશેભાઇ ફકીરાભાઇ મુલિયાણાની ફાઈલ તસવીર
  • પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું

રાજકોટના કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં આસિ. સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતાં મહેશભાઇ ફકીરભાઇ મુલિયાણાનું ચાલુ ફરજે હાર્ટએટેક આવી જતાં મોત નીપજ્યું છે. જેથી પરિવારમાં અને પોલીસ બેડામાં શોક વ્યાપી ગયો છે. રાત્રીના PSO તરીકે તેઓ ફરજ પર હતાં, ત્યારે ઘટના બની હતી. પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

સારવાર દરમિયાન આસી.સબ ઈન્સ્પેક્ટરનું મોત નીપજ્યું
મળતી માહિતી મુજબ ભીલવાસ શેરી નં. 2માં રહેતાં મહશેભાઇ ફકીરાભાઇ મુલિયાણા (ઉં.વ.56) રાત્રિના કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં PSOની ફરજમાં હતાં. ત્યારે રાત્રે સાડા બાર વાગ્યે અચાનક છાતીમા઼ દુઃખાવો ઉપડતાં બેભાન થઇ જતાં સાથી કર્મચારી જયપાલસિંહ ઝાલા સહિતે તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. પરંતુ અહીં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

અગાઉ ગુંદાવાડી પોલીસ ચોકીમાં અને બાદમાં એ-ડિવીઝનમાં ફરજ બજાવતાં હતાં
મૃત્યુ પામનાર મહેશભાઇ મુલિયાણા ચાર ભાઇ અને એક બહનેમાં ત્રીજા હતાં. સંતાનમાં એક પુત્ર જયદિપ અને પુત્રી રીયા છે. જે બંને અભ્યાસ કરે છે. પત્નીનું નામ સીતાબેન છે. મહેશભાઇ અગાઉ ગુંદાવાડી પોલીસ ચોકીમાં અને બાદમાં એ-ડિવીઝનમાં ફરજ બજાવતાં હતાં. છેલ્લે તેમની બદલી કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં થઇ હતી. પોલીસ દ્વારા તેઓને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો