રોઝરી સ્કુલને 40 વર્ષ પૂર્ણ થવા અવસરે આગામી તારીખ 6થી 8 જાન્યુઆરી સવારે 10થી સાંજે 5 કલાક સુધી રોઝરી ફેસ્ટ કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં ધોરણ 1થી 12ના 556 વિદ્યાર્થી જુદા જુદા પ્રોજેક્ટ રજૂ કરશે. સિક્યુરિટી પ્રોજેક્ટ, સ્માર્ટ સ્કૂલ, સ્વચ્છતા પ્રોજેક્ટ, ભૂકંપ આવ્યાની સેકન્ડો પહેલા એલર્ટ આપતો પ્રોજેક્ટ, વાયરલેસ પાવર ટ્રાન્સફર પ્રોજેક્ટ, શ્વસનતંત્રના પ્રોજેક્ટ, હૃદય, કિડની, ફેફસાંના વર્કિંગ મોડેલ, નકશાના માધ્યમથી જુદા જુદા રાજ્યોની ખનીજ પેદાશો, ગણિતના વર્કિંગ મોડેલ, ભૂમિતિના નકશાઓ સહિત કુલ 150 જેટલા જુદા જુદા પ્રોજેક્ટનું વિદ્યાર્થીઓ પ્રદર્શન કરશે. આ ઉપરાંત કરિયર હબ, પઝલ ઝોન, ફન એન્ડ ગેમ્સ, ફૂડ ઝોન પણ હશે.
વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને ધ્યાનમાં લઈને તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિને ખીલવવાના પ્રયત્નો સાથે જ રોઝરી સ્કૂલ દ્વારા રોઝરી ફેસ્ટનું આયોજન કરાયું છે. આ રોઝરી ફેસ્ટમાં 150થી વધુ પ્રોજેક્ટ છે, જેમાં 556 વિદ્યાર્થીએ ભાગ લીધો છે. જેમાં આર્ટફેર, વિજ્ઞાન પ્રદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમ, ગણિત વિષયને વધુ રસપ્રદ બનાવવાની પઝલ, ફૂડ ઝોન તેમજ ગેમ ઝોન, લેંગ્વેજ શીખવાની સરળ ટિપ્સ જેવી વિવિધ પ્રવૃત્તિઓનું વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ રસપ્રદ આયોજન કરવામાં આવ્યું છે.
આ અવસરે શાળામાં ભણતા વિદ્યાર્થીઓ કે જેઓ ખૂબ ઉત્કૃષ્ટ અને ઉત્તમ અભ્યાસ કરી રહ્યા છે તેવા 60 જેટલા વિદ્યાર્થીઓને વિવિધ સ્કોલરશિપથી સન્માનિત કરાશે. જેમાં દરેક વિદ્યાર્થી ને રોકડ રૂ.1000 તેમજ શિલ્ડ આપવામાં આવશે. કુલ 72 હજારની સ્કોલરશિપ વિદ્યાર્થીઓને આપવામાં આવશે. તેમજ જે વિદ્યાર્થીઓએ શાળા બહારની પ્રતિયોગિતામાં ઇનામ મેળવ્યું હોઈ તેવા 18 વિદ્યાર્થીને આ અવસરે વાલી સાથે સન્માનિત કરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.