તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પર્યાવરણની માવજત થાય, કચરાને કારણે થતી ગંદકી અને પ્રદૂષણ અટકે તે માટે રાજકોટની સરકારી શાળાના વિદ્યાર્થીઓએ એક ખાસ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. જે માટે આ શાળાના વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી શાકભાજી અને ફળની છાલ, કચરો શાળાએ લાવશે અને તેમાંથી ખાતર બનાવશે. આ સિવાય વિદ્યાર્થીઓએ શાળામાં જ નર્સરી બનાવી છે. જેમાં આગામી દિવસોમાં 10 હજાર રોપા તૈયાર કરશે અને તે રોપા લોકોને વિનામૂલ્યે વૃક્ષારોપણ કરવા માટે આપશે.
પહેલા શાળામાં પ્રયોગ કર્યો હતો, જે સફળ થયોઃ આચાર્ય
આ શાળાના વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે પર્યાવરણ માટે ખાસ સમય ફાળવે છે. શાળાના આચાર્યા વનિતાબેન રાઠોડ જણાવે છે કે, આ પ્રોજેક્ટ અમલી કરતા પહેલા એક પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેમાં શાળામાં ઝાડ, પાનના સૂકા કચરાને એકઠો કર્યો અને સૌ પ્રથમ શાળાને ઝીરો ગાર્બેજ શાળા બનાવી. તેમાંથી કમ્પોસ્ટ ખાતર બનાવ્યું હતું. જે શાળામાં રહેલા વૃક્ષોમાં નાખ્યું હતું. આ પ્રયોગ સફળ થતા હવે અન્ય વિદ્યાર્થીઓ પણ તેમાં જોડાશે.
મહિના સુધી આ પદ્ધતિથી ખાતર બનાવશે
વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી કચરો, શાકભાજી અને ફળની છાલો, ઘરે રહેલા નકામા માટલાઓ લાવશે. આ નકામા માટલામાં એક સ્તર સૂકા પાંદડાનો, બીજું સ્તર શાકભાજી અને ફળની છાલ તથા તેમાં નાની બોટલના બે ઢાંકણા ખાટી છાશ ઉમેરી, ફરી પાછા આવા સૂકા પાંદડાંઓ અને શાકભાજી અને ફળની છાલના સ્તર બનાવી એ માટલાને ઢાંકી એક અઠવાડિયા પછી હલાવી ફરી પાછું ઢાંકણું બંધ કરી મૂકવામાં આવશે. આવી રીતે એક મહિના સુધી દર અઠવાડિયાએ એક વાર આ હલાવી માટલાને ઢાંકી રાખીને દેશી પદ્ધતિથી ખાતર તૈયાર કરશે. કચરામાંથી તૈયાર કરેલા કિંમતી ખાતરનો ઉપયોગ શાળાના ઝાડ-પાનના વિકાસ માટે લેવામાં આવશે.
બે દિવાલમાં વર્ટિકલ ગાર્ડન તૈયાર કર્યું
આ અગાઉ વેસ્ટમાંથી બેસ્ટ અંતર્ગત નકામા ટાયરમાં, લીલા નાળિયેરમાં, વેસ્ટ શૂઝમાં, વેસ્ટ તૂટેલા ટાંકામાં, વેસ્ટ પીવીસી પાઈપમાં, ગરબામાં, નકામા ડબ્બા, તૂટેલા ફૂટબોલમાં પણ વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે. બે દીવાલમાં વર્ટિકલ ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું છે. ઘરના નકામા વેલણ અને તૂઈ વડે પક્ષીઓ માટે હીચકા બનાવવામાં આવ્યા છે. દર વર્ષે શાળામાં જૂન મહિનામાં સીડબોલ બનાવી લોકોને વિનામૂલ્યે આપાય છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.