સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ અત્યાર સુધી યુનિવર્સિટી સંબંધિત શૈક્ષણિક ઓનલાઈન પ્રક્રિયા કરવા માટે સાયબર કાફેમાં જવું પડતું હતું પરંતુ હવે યુનિવર્સિટીના પરીક્ષા વિભાગમાં બે કમ્પ્યૂટર સિસ્ટમ મુકાઇ છે જેમાં વિદ્યાર્થીઓ જાતે જ પરીક્ષા, ડિગ્રી, સુધારા-વધારા સહિતના જુદા જુદા ઓનલાઈન ફોર્મ જાતે જ ભરી શકશે.
વિદ્યાર્થીઓએ હવે સાયબર કાફેમાં નહીં જવું પડે તેવી વ્યસ્વસ્થા ઊભી કરવામાં આવી છે જેનાથી વિદ્યાર્થીઓને આર્થિક બચત થશે જ્યારે બીજી બાજુ સરકારની અન્ય કચેરીઓ જ્યાં અરજદારો માટે ઓનલાઈન ફોર્મ ભરવા કે અન્ય પ્રક્રિયા કરવા માટે કોઈ સુવિધા-વ્યવસ્થા નહીં હોવાને કારણે નાછૂટકે તેમણે એજન્ટના સહારે રહેવું પડે છે, વધારાના પૈસા ચૂકવવા પડે છે.
આરટીઓ, કલેક્ટર કચેરી, કોર્પોરેશન, પીજીવીસીએલ, મામલતદાર કચેરી, બહુમાળી ભવન સહિતની અન્ય કચેરીઓ જ્યાં જુદી જુદી સરકારી યોજના અથવા સેવાનો લાભ લેવા ઓનલાઈન ફોર્મ ભરવાના એજન્ટ રૂ.100થી 500 વસૂલે છે. યુનિવર્સિટીની જેમ અહીં પણ અરજદારો માટે ફોર્મ ભરવાની સુવિધા અને વ્યવસ્થા કરવામાં આવે તો અરજદારોને સરળ વ્યવસ્થા મળે અને તેમના પૈસા પણ બચે.
વિદ્યાર્થીઓ આવી રીતે પોતાની જાતે જ પરીક્ષા ફોર્મ ઓનલાઈન ભરી શકશે
વિદ્યાર્થીઓને આટલી સુવિધાનો લાભ મળશે
શરૂઆતમાં રોજ સાડા ત્રણ કલાક, બાદમાં આખો દિવસ ખુલ્લું રહેશે
યુનિવર્સિટીના પરીક્ષા વિભાગમાં વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવા બે કમ્પ્યૂટર સિસ્ટમ મૂકી છે જેમાં શરૂઆતમાં વિદ્યાર્થીઓ દરરોજ સવારે 8થી 10.30 અને બપોરે 2થી3 કલાક દરમિયાન લાભ લઇ શકશે. બાદમાં યુનિવર્સિટીમાં આખો દિવસ વિદ્યાર્થીઓ માટે આ સુવિધા પૂરી પાડવામાં આવશે.
ડોક્યુમેન્ટ સ્કેન કરવા સ્કેનર પણ મુકીશું
વિદ્યાર્થીઓને માર્કશીટમાં સુધારો કરવા કે અન્ય કામગીરી માટે જે ઓનલાઈન પ્રક્રિયા કરવાની છે તેમાં કેટલીક બાબતોમાં ડોક્યુમેન્ટ પણ અપલોડ કરવાના હોય છે. વિદ્યાર્થીઓ ડોક્યુમેન્ટ સાથે લઇ આવ્યા હોય છે પરંતુ અપલોડ કેવી રીતે કરવા તે પ્રશ્ન થતો હોય છે તેના માટે અમે આગામી દિવસોમાં સ્કેનર પણ મુકીશું. > નિલેશ સોની, પરીક્ષા નિયામક, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.