કોરોના ઈફેક્ટ:કોલેજ ફી નહીં પોસાતા વિદ્યાર્થીઓ યુનિવર્સિટી તરફ વળ્યા, ભવનોમાં સંખ્યા હાઉસફૂલ

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • આર્ટસના કેટલાક ભવનોમાં અગાઉ માત્ર પાંચ-સાત વિદ્યાર્થીઓ પ્રવેશ લેતા તેમાં પણ સંખ્યા વધી
  • ​​​​​​​અનેક ભવનોમાં વિદ્યાર્થીઓ માટે વેલકમ પાર્ટીઓ થઇ: કેટલાકમાં ઇન્ટેક વધારવી પડી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા વર્ષોથી આર્ટસના કેટલાક ભવનોમાં માત્ર પાંચ-સાત વિદ્યાર્થીઓ જ પ્રવેશ લેતા હતા તેવા ભવનોમાં પણ હાલ વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે. છેલ્લા દોઢ વર્ષ દરમિયાન કોરોના મહામારીમાં મોટાભાગના લોકોની આર્થિક સ્થિતિ કથળી છે, વાલીઓને પણ ખાનગી કોલેજોની ફી હવે જાણે પોસાતી ન હોય તેમ કોલેજોના વિદ્યાર્થીઓ હવે યુનિવર્સિટીના ભવનો તરફ વળ્યા છે અને જુદા જુદા ભવનોમાં પ્રવેશ લીધા છે.

સરકારી યુનિવર્સિટી હોવાને કારણે અહીંની ફી કોલેજો કરતા ઘણી ઓછી હોવાથી આ વર્ષે યુનિવર્સિટીના મોટાભાગના ભવનોમાં વિદ્યાર્થીઓની સંખ્યા હાઉસફુલ થઇ છે. કેટલાક ભવનોમાં ઇન્ટેક વધારવાની પણ જરૂર પડી હતી ત્યાં 5થી 25 સીટો વધારી પણ છે. ઘણા વર્ષો બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની સંખ્યા હાઉસફુલ થઇ હોવાની સ્થિતિ સર્જાઈ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોરોના મહામારી બાદ પ્રથમ વખત ભવનોમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. આર્ટસ, સાયન્સ, મેનેજમેન્ટ સહિતના ભવનોમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે.

કેમિસ્ટ્રીમાં 111, કોમર્સમાં 98, ગુજરાતીમાં 65 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો

ભવનનું નામઇન્ટેકભરાયેલી સંખ્યા
કેમિસ્ટ્રી105+6111
સમાજકાર્ય30+ વધારો35
આંકડાશાસ્ત્ર5047
બાયોસાયન્સ45+ વધારો67
ઇલેક્ટ્રોનિક્સ25 + વધારો28
પત્રકારત્વ8023
હિન્દી6047
હોમસાયન્સ5645
કાયદા3629
ગુજરાતી60+ વધારો65
ફિલોસોફી3016
સંસ્કૃત4036
મનોવિજ્ઞાન40+ વધારો50
કોમર્સ15098
શિક્ષણશાસ્ત્ર5050
ઈતિહાસ6032
સમાજશાસ્ત્ર60+ વધારો66
લાઇબ્રેરી2017
અંગ્રેજી6060
હ્યુમનરાઈટ્સ30+ વધારો34
ફિઝિક્સ7575
બાયોકેમિસ્ટ્રી2515
શારીરિક શિક્ષણ306
નેનો સાયન્સ4026
ફાર્મસી5012 (પ્રવેશ ચાલુ છે)
બાયોટેકનોલોજી2511

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...