તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અભ્યાસક્રમ:એઈમ્સ રાજકોટમાં વિદ્યાર્થીઓના એડમિશન થયા, દિવાળી પછી અભ્યાસક્રમ શરૂ કરાશે

રાજકોટ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવનિયુક્ત પ્રોફેસર હવે એઈમ્સના કો-ઓર્ડિનેટર, 7 વિદ્યાર્થી રાજકોટ પહોંચ્યા

રાજકોટમાં આકાર લઈ રહેલા એઈમ્સમાં આ વર્ષે જ 50 વિદ્યાર્થીના એડમિશન થઈ ચૂક્યા છે. આ પૈકી 7 વિદ્યાર્થીએ સોમવારે રાજકોટ આવી રિપોર્ટિંગ પણ કરી દીધું છે અને દિવાળી પછી અભ્યાસ શરૂ થઈ જશે.એઈમ્સમાં 17 અધ્યાપકની નિમણૂક કરવામાં આવી છે જેમાં એનાટોમી વિભાગમાં એક પ્રોફેસર, બે એસોસિએટ અને 2 આસિસ્ટન્ટ પ્રોફેસર, બાયોકેમિસ્ટ્રીમાં એક એડિશનલ, એક એસોસિએટ અને 4 આસિ. પ્રોફેસર જ્યારે ફિઝિયોલોજીમાં એક પ્રોફેસર, એક એડિશનલ અને એક એસોસિએટ જ્યારે 3 આસિ. પ્રોફેસર છે.

કેમ્પસમાં બર્ન્સ વોર્ડની પાછળ ઊભા કરેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવશે. 7 વિદ્યાર્થી સોમવારે પીડીયુ મેડિકલ કોલેજ પહોંચ્યા હતા અને પ્રવેશ કાર્યવાહી પૂરી કરી હતી. દિવાળી બાદ આ વિદ્યાર્થીઓની રહેવાસી વ્યવસ્થા પણ પીડીયુ મેડિકલ કોલેજના હોસ્ટેલમાં કરાશે. અત્યાર સુધી એઈમ્સના કો-ઓર્ડિનેટર તરીકે ડો. ગૌરવી ધ્રુવ હતા પણ અધ્યાપકોની નિમણૂક કરતા પ્રોફેસર ડો. વિવેક શર્મા અને આસિ. પ્રોફેસર ડો.પ્રદીપ ચૌહાણની કો-ઓર્ડિનેટર તરીકેની જવાબદારી સોંપાઈ છે.

અન્ય સમાચારો પણ છે...