તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:સરધારના હલેન્ડા ગામે ST બસ સ્ટોપ ન કરતા વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા, બસ રોકો આંદોલન કરતા ટ્રાફિકજામ

રાજકોટ7 મહિનો પહેલા
સરધાર નજીક હલેન્ડા ગામે વિદ્યાર્થીઓએ હાઇવે ચક્કાજામ કર્યો.
  • રાજકોટ-ભાવનગર હાઇવે પર બંને તરફ ટ્રાફિકજામ થયો હતો

રાજકોટ જિલ્લાના સરધાર નજીક આવેલા હલેન્ડા ગામે છેલ્લા ઘણા સમયથી એસટી બસ સ્ટોપ નહીં કરતા આજે વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિદ્યાર્થીઓએ બસ રોકો આંદોલન કરી અમરેલી, ભાવનગર, જસદણ તરફથી આવતી તમામ બસો રોકી હતી. આથી રાજકોટ-ભાવનગર હાઇવે પર બંને તરફ ટ્રાફિકજામ થયો હતો. એસટી બસના પૈડા થંભી જતા બસની અંદર મુસાફરી કરી રહેલા લોકો અકળાયા હતા.

લોકલ રૂટની બસ પણ સ્ટોપ કરતી નથી- વિદ્યાર્થીઓનો આક્ષેપ
વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, લોકલ રૂટની બસો પણ અહીં સ્ટોપ કરતી નથી. આથી અમારે સ્કૂલ-કોલેજ જવું કંઇ રીતે. ઉપરથી જ બસો હાઉસફૂલ આવતી હોવાથી બસમાં ઉભા રહેવાની પણ જગ્યા મળતી નથી. આથી બસો સ્ટોપ કરતી નથી. આથી આજે અમે રસ્તા પર ઉતરી આવી બસ રોકો આંદોલન પર ઉતર્યા હતા. હલેન્ડા ગામમાં બસ રોકવા માટે અમે અનેકવખત એસટી વિભાગને રજુઆત કરી છે છતાં પણ કોઇ યોગ્ય જવાબ આપતું નથી.

વિદ્યાર્થીઓએ રોડ ચક્કાજામ કરતા મુસાફરો હેરાન થયા.
વિદ્યાર્થીઓએ રોડ ચક્કાજામ કરતા મુસાફરો હેરાન થયા.

રાજકોટ, જસદણ સહિતના ડેપોમા લેખિત રજુઆત કરીશ-ગામના સરપંચ
બસ રોકો આંદોલન પર વિદ્યાર્થીઓ ઉતરી આવતા ગામના સરપંચ વનરાજભાઈ સહિત ગામના આગેવાનો દોડી આવ્યા હતા. વિદ્યાર્થીઓને ખાતરી આપતા વનરાજભાઇએ જણાવ્યું હતું કે, હું રાજકોટ, જસદણ સહિતના ડેપોમા લેખિત રજુઆત કરીશ અને આનો ઊકેલ બે દિવસમાં ન આવે તો અમે તમારી સાથે જોડાઇને આદોલન કરીશું. બાદમાં વિદ્યાર્થીઓએ એસટીને જવા દીધી હતી. ઘણી એસટી બસો હલેન્ડામાં ઊભી રાખતા નથી. સરધારમાં પણ ઘણી બસો ઊભી રહેતી નહીં હોવાનું પણ લોકોએ જણાવ્યું હતું.

એસટી બસ સ્ટોપ થતી ન હોવાથી વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા.
એસટી બસ સ્ટોપ થતી ન હોવાથી વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા.

(કરસન બામટા, આટકોટ)