તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શાળાઓ ફરી ધમધમશે:વિદ્યાર્થીઓએ કહ્યું, ઓનલાઈન શિક્ષણથી કંટાળ્યા, વાલીઓએ કહ્યું, નિયમો જરૂરી

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રાજકોટમાં કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે શાળાઓ ફરી ધમધમશે

કોરોનાની માઠી અસર સૌથી વધુ વિદ્યાર્થીઓના અભ્યાસ પર પડી છે. પહેલી લહેર બાદ અનલોક થયેલ શાળા-કોલેજ ફરી લોક થઈ હતી અને બીજી લહેર બાદ હવે ફરી અનલોક થવા જઈ રહી છે. 15મી જુલાઈથી ધોરણ 12ના વર્ગો 50 ટકા કેપેસિટી અનલોક કરવા સરકારે લીલી ઝંડી આપી છે. ત્યારે શાળાઓ ખોલવાના નિર્ણયને વિદ્યાર્થીઓથી લઈ દરેક સંચાલકો અને વાલીઓ પણ આ‌વકારી રહ્યાં છે. જોકે દરેક શાળાઓએ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી રહેશે.

ધોરણ-12ના વર્ગો શરૂ કરવાના નિર્ણયને વિદ્યાર્થીઓએ આવકાર્યો

ધોરણ 9થી 12ના તમામને મંજૂરી આપવી જોઈએ
હાલ કોરોના કાબૂમાં છે તો ધોરણ 9થી 12 સુધીના તમામ વર્ગોને મંજૂરી આપવી જોઈએ. જો ટ્યૂશન ક્લાસીસને છૂટ આપવામાં આવતી હોય તો સ્કૂલમાં વ્યવસ્થા પણ સારી છે, માટે ધોરણ 9થી 12 સુધીના તમામને છૂટ આપવી જોઈએ. જેથી સંભવિત ત્રીજી લહેર આવે ત્યાં સુધીમાં વિદ્યાર્થીઓ ઓફલાઈન અભ્યાસ કરી શકે. - જતિન ભારડ

નિયમોના પાલન સાથે શાળાઓ અનલોક ​​​​​​​થશે
​​​​​​​ લાંબા સમયથી બંધ સ્કૂલ ખૂલવી જરૂરી હતી. ધોરણ 12ને હાલ મંજૂરી મળતા નિયમોના પાલન સાથે સ્કૂલ અનલોક કરીશું. 50 ટકા કેપેસિટી સાથે જ વર્ગો શરૂ કરાશે. દરેક માટે માસ્ક ફરજિયાત રહેશે. સ્કૂલમાં પ્રવેશ સમયે થર્મલ ગનથી ચેકિંગ કરવામાં આવશે. પ્રવેશ સર્કલમાં સેનિટાઈઝરની વ્યવસ્થા કરાશે. - જીતુભાઈ ધોળકિયા

​​​​​​​ઓનલાઈન અભ્યાસથી કંટાળી ગયા છીએ
દરરોજ મોબાઈલ સામે બેસીને ભણવું કંટા‌ળાજનક લાગે છે. ઓફલાઈન અભ્યાસ શરૂ કરવાનો નિર્ણય યોગ્ય છે. હવે ફરી ઓનલાઈન શરૂ ન થાય તો સારું. શિક્ષક સામે બેસીને જે રીતે સમજાય છે તે ઓનલાઈનમાં નથી સમજી શકાતું. મોબાઈલમાં નેટવર્કના કારણે પણ ઘણી વખત મુશ્કેલી પડતી, - લક્કી પટેલ, વિદ્યાર્થી

નિયમ પાલન જરૂરી
થોડો સમય શાળાઓ ખુલ્યા બાદ બીજી લહેરમાં ફરી લોક થઈ હતી. જોકે હવે ફરી શાળાઓ અનલોક થવા જઈ રહી છે તે સારી વાત છે, પરંતુ શાળામાં નિયમોનું પાલન થાય તે પણ જરૂરી છે. - નિતેશભાઈ બાલિયા, વાલી

અન્ય સમાચારો પણ છે...