રક્ષકને રક્ષા:રાજકોટમાં તપસ્વી સ્કૂલના વિદ્યાર્થીઓ દેશના જવાનો માટે 450 જેટલી હેન્ડ મેઇડ રાખડી બનાવી, એક રાખડી બનાવતા 15 દિવસ જેટલો સમય લાગ્યો

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિદ્યાર્થીની રાઠોડ ન્યાસા - Divya Bhaskar
વિદ્યાર્થીની રાઠોડ ન્યાસા
  • દેશની સુરક્ષા કરતા જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી
  • પ્લે હાઉસથી લઈને ધો.12 સુધીના વિદ્યાર્થીઓએ પોતાની જાતે જ હેન્ડ મેઇડ રાખડીઓ બનાવી

ભાઈ-બહેનના પવિત્ર સંબંધને રેશમના દોરા વડે અતૂટ બંધનને વધુ મજબૂત કરવાનો અવસર એટલે 'રક્ષાબંધન'. આ પવિત્ર પર્વને અાડે ગણતરીના દીવસો જ બાકી છે. ત્યારે દેશની રક્ષા કરનાર વીર જવાનોની રક્ષા માટે શહેરની તપસ્વી સ્કૂલની છાત્રાઓએ રક્ષકની સુરક્ષા પ્રોજેકટ અંતર્ગત રાખડી બનાવી છે. પોતાની હાથે છાત્રાઓએ બનાવેલી 450 જેટલી રાખડીઓ ભારતીય સેનાનાં જવાનોને મોકલી રક્ષાબંધન સાથે દેશભક્તિનું પણ ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. ઉલ્લેખનીય છે કે આ એક રાખડી બનાવતા વિદ્યાર્થીઓને 15 દિવસ જેટલો સમય લાગ્યો છે.

અમારી દુઆ છે કે જવાનો સદાય સલામત રહે
દેશની રક્ષા કરવા સરહદ પર કડકડતી ઠંડી, તડકો, વરસાદમાં દુશ્મનોની ગોળીનો સામનો કરતા સૈન્યના જવાનોને રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે તપસ્વી સ્કૂલની છાત્રાઓએ દ્વારા અવનવી, કલાત્મક રાખડીઓ બનાવી રાખડીઓ સરહદ પરના સૈનિકોને મોકલવામાં આવશે. અંગે શાળાના શિક્ષિકા દર્શીની કતરેજાએ કહ્યું હતું કે, દેશના જવાનો દિવસ-રાત 24 કલાક દેશની સુરક્ષા માટે જ ફરજ બજાવી રહ્યા છે. તપસ્વી સ્કૂલનાં પ્લે હાઉસથી લઈને ધો.12 સુધીના વિદ્યાર્થીઓએ પોતાની જાતે જ હેન્ડ મેઇડ રાખડીઓ બનાવી છે. અમારા વિદ્યાર્થીની લાગણી છે કે, જવાનો ઘર-પરિવાર ભૂલીને દેશ માટે ફરજ બજાવી રહ્યા છે. ત્યારે અમારા સૌની આશા, પ્રાર્થના અને દુઆ હંમેશા એ રહેશે કે જવાનો સદાય સલામત રહે અને દેશ માટે જે ખૂબ સરસ કાર્ય કરી રહ્યા છો તેમાં આગળ વધો.

શિક્ષિકા દર્શીની કતરેજા
શિક્ષિકા દર્શીની કતરેજા

15 દિવસ જેટલો સમય લાગ્યો છે
આ અંગે રાઠોડ ન્યાસા નામની વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે, અમે સરહદ પર દેશની સુરક્ષા માટે તૈનાત એવા અમારા ફૌજી ભાઈઓ માટે રાખડીઓ બનાવી છે. તો અમને બહેન તરીકે એવો ભાવ આવ્યો કે અમે તેઓની રક્ષા માટે રાખડી બનાવીએ. રાખડીઓની ખાસિયત છે કે, અમે કોઈની પણ મદદ લીધા વિના આ રાખડીઓ જાતે બનાવી છે. આ માટે અમને 15 દિવસ જેટલો સમય લાગ્યો છે અને અમે 450 કરતા પણ વધુ રાખડી બનાવી છે. સરહદ પરનાં જવાનોનાં કાંડા ખાલી ન રહે તે માટે પોતે આ રાખડીઓ બનાવી હોવાનું તેમણે કહ્યું હતું.